ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગાજિયાબાદ: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ‘વંદેમાતરમ્’ ગીતના ગાનમાં કથિત રીતે અવરોધ ઊભો કરવાના મામલે ગાજિયાબાદની કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમ દરમિયાન ‘વંદેમાતરમ્’ના ગાનમાં કથિત રીતે અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. ફરિયાદ સાથે કાર્યક્રમનો વીડિયો પણ પુરાવા તરીકે રજૂ કરવાની માગ કરવામાં આવી છે.
કોર્ટે અરજી સ્વીકારી
વિષ્ણુ ગુપ્તાએ ગાજિયાબાદની ACJM-દ્વિતીય MP/MLA કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે અરજી સ્વીકારીને મામલાની આગામી સુનાવણી માટે 8 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.
શું છે સમગ્ર વિવાદ?
15 ઓગસ્ટે કોંગ્રેસ મુખ્યાલય ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમ દરમિયાન ‘વંદેમાતરમ્’નું ગાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાતચીત કરતા અને ઈશારો કરતા જોવા મળ્યા હતા. ભાજપે આક્ષેપ કર્યો હતો કે સોનિયા ગાંધીએ ગીતનું ગાન રોકવા માટે ઈશારો કર્યો હતો.
બીજી તરફ, કોંગ્રેસે આ આરોપોને નકારી કાઢ્યા હતા. કોંગ્રેસનું કહેવું છે કે સોનિયા ગાંધી ગીત રોકવા માટે નહીં, પરંતુ લાંબા સમયથી ઊભેલા મલ્લિકાર્જુન ખડગે માટે ખુરશી મંગાવવાનો ઈશારો કરી રહ્યા હતા.
હાલ આ મામલે કોર્ટમાં ફરિયાદ બાદ 8 સપ્ટેમ્બરની સુનાવણી પર સૌની નજર રહેશે.
