વેજલપુર, (પંચમહાલ) ફૈઝાન કઠિયા :-
વેજલપુર ખાતે GSRDC દ્વારા હાઇવે ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી, દબાણ દારોને નોટિસો ફટકારાઈ..

હાલોલ ગોધરા શામળાજી રોડ ઓથોરિટી GSRDC દ્વારા હાઇવે ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી, દબાણ દારોને નોટિસો ફટકારાઈ વેજલપુર ગામે આવેલ રોડ ની બંને સાઈડ માં આવેલ લારી ગલ્લા તેમજ દુકાન દારો ને નોટિસ ફટકારતા દબાણ દારોમાં ફફડાટ વેજલપુર ગામના અરજદાર સંજય ભાઈ સોની દ્વારા તારીખ ૨૫/૪/૨૦૨૫ ના રોજ વેજલપુર ગ્રામ પંચાયત ને લેખિત માં અરજી આપી જણાવેલ કે મેહલોલ ચોકડી પાસે ચાર રસ્તા આવેલ હોય અને બાજુમાં પશુ દવાખાનું આવેલ હોય અને ત્યાં ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે તેવું વેજલપુર ગામના સંજય ભાઈ સોની દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત ને લેખિત રજુઆત કરી હતી ત્યાર બાદ વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી દ્વારા તારીખ /૨૫/૯/૨૦૨૫ ના રોજ GSRDC ના મેનેજર ને ગ્રામ પંચાયત ના લેટર ઉપર પત્ર લખી જણાવેલ કે સંજય ભાઈ સોની વિગેરે ની અરજી તેમજ કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ના પત્ર સંદર્ભે માં પત્ર લખવામાં આવ્યો હતો જે અનુસંધાન માં GSRDC રોડ ઓથોરિટી દ્વારા રોડ ની બંને સાઇડે આવેલ લારી ગલ્લા તેમજ દુકાન દારોને સાત દિવસ માં સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની નોટિસો આપવામાં આવી છે ગોધરા વડોદરા હાઇવે ઉપર બંને રોડ ની સાઈડ માં આવેલ દુકાનો તેમજ લારી ગલ્લા રોડ ની સાઈડ માં કોઈને નડતર રૂપ નહોય અને તેઓના લીધે કોઈ ટ્રાફિક ની સમસ્યા સર્જાતી નહોય તેમ છતાં તેઓને નોટિસો ફટકારી કેટલાક લારી ગલ્લા વાળા અને દુકાન દારો નું ગુજરાન તેના ઉપર ચાલે છે રોજેરોજ ધંધો વેપાર કરી રોજીંદુ જીવન જીવી રહયા છે રાજ્ય માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નિગમ (GSRDC) દ્વારા માર્ગ ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે દબાણ દારોને નોટિસો ફટકારવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ વેજલપુર ખાતે મુખ્ય માર્ગની બંને બાજુ કેટલાક વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા દુકાનો, કેબિન, લારીઓ તેમજ કાચા-પાકા બાંધકામ કરીને વેપાર ઉભા કરવામાં આવ્યા હતા. ત્યારે આ રોડ ઉપરના દબાણોદૂર કરવા માટે વેજલપુર ના સંજય ભાઈ સોની દ્વારા ગ્રામ પંચાયતને દબાણો દૂર કરવા માટે લેખિતમાં અરજીઓ આપી હતી તે અરજીઓના અનુસંધાનમાં વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ૨૫/૦૯/૨૦૨૫ ના રોજ GSRDC ને પત્ર લખીને ટ્રાફિક અને અડચણરૂપ દબાણોદુર કરવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી હતી તે પત્રના આધારે જી.એસ.આર.ડી.સી વિભાગ દ્વારા સર્વે કર્યા બાદ દબાણકારોને નોટિસ આપીને દિન-૭માં નિર્ધારિત સમયમર્યાદામાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. જો સમયમર્યાદામાં દબાણ દૂર નહીં કરવામાં આવે તો
સરકારી નિયમોનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે
જેનો સમગ્ર ખર્ચ દબાણકર્તા પાસે થી વસલૂવામાં આવશે તેવું નોટિસમાં ઉલ્લેખ કરીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. કેટલાક દબાણ દારો વેપારી ઓની પોતાની રોજીરોટી પર અસર પડશે તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.હવે જોવાનું રહેશે કે કેટલાં દબાણ દારો સ્વેચ્છાએ દબાણ દૂર કરે છે અને કેટલાં સામે તંત્રને ક્યાં પ્રકારની કડક કાર્યવાહી કરશે તે જોવું રહયું