પંચમહાલમાં ચૂંટણી જાગૃતિ માટે SWEEP અભિયાન તેજ, વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને જિલ્લામાં મતદાન ટકાવારી વધારવા અને ખાસ કરીને યુવા મતદારોમાં જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિવિધ SWEEP પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે અને વિવિધ કાર્યક્રમો દ્વારા લોકજાગૃતિ ફેલાવી રહ્યા છે.

આ અભિયાન હેઠળ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીમાં મતના મહત્વ અંગે સમજ આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત “મારો મત, મારો અધિકાર”, “જાગૃત મતદાતા દેશનો ભાગ્યવિધાતા” અને “દેશના વિકાસ માટે મતદાન” જેવા સૂત્રો સાથે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીઓ પણ યોજાઈ રહી છે. રેલીઓ દરમિયાન વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર દ્વારા વાલીઓ તેમજ ગ્રામજનોને અચૂક મતદાન કરવા અપીલ કરી રહ્યા છે.

જિલ્લામાં ચાલી રહેલા આ અભિયાનથી મતદારોમાં જાગૃતિ વધતી જોવા મળી રહી છે અને ચૂંટણી પ્રત્યે સકારાત્મક માહોલ ઉભો થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-