ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને પંચમહાલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા સંચાલિત અનુસુચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવાનો માટે પ્રદેશકક્ષા લોકનૃત્ય અને નાટકની સઘન તાલીમ માટે શિબિરનું આયોજન અગામી સમયમાં કરવામાં આવનાર છે.
આથી આ લોકનૃત્ય અને નાટકની તાલીમ શિબિરમાં ભાગ લેવા માંગતા અનુસુચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયના ૫૦ કલાકારો/યુવાનો તાલીમ મેળવવા ફોર્મ ભરી શકશે તથા પ્રદેશકક્ષા તાલીમમાં ભાગ લીધેલ હોય તેને રાજયકક્ષાએ તાલીમ માટે બોલાવવામાં આવશે ત્યારબાદ આ કલાકારો/યુવાનોને ૧૫ ઓગસ્ટ/ ૨૬ જાન્યુઆરી અથવા એવા કોઇપણ તહેવાર પ્રસંગે કાર્યક્રમ રજૂઆત કરવા માટે બોલાવવામાં આવશે અને તક મળે કે આમંત્રણ મળે ત્યારે રાજય બહાર પણ મોકલવા માટે ભલામણ કરવામાં આવશે.
આ શિબીરની વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,જિલ્લા સેવા સદન, ભાગ-૨, પ્રથમ માળ, રૂમ નં-૩૫, ગોધરા, જિ-પંચમહાલનો કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, પંચમહાલની એક યાદીમા જણાવાયુ છે.