જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

નાગરિકોના પડતર પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરાઇ..

પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

       આ બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ  વીજળી,નલ સે જલ યોજના અંતર્ગતના જોડાણ જેવી પ્રજાલક્ષી  પ્રશ્નોના નિવારણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ નાગરિકોને સ્પર્શતા વિવિધ વિષયો અંગેના પ્રશ્નો જેવાં કે પડતર અરજીઓના નિવારણ, આરોગ્યલક્ષી સેવાઓ વધારવા, વિવિધ યોજનાઓના સહાય વિતરણ, વીજ જોડાણ તથા અન્ય જરૂરી બાબતો અંગે સકારાત્મક અભિગમથી કામ કરી ઝડપી અને યોગ્ય નિકાલ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. 

        આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરા, રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમાર,ધારાસભ્ય  શ્રી જયદ્રથસિંહ પરમાર,જિલ્લા વન સંરક્ષકશ્રી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.દેસાઈ, નિવાસી અધિક કલેકટરશ્રી જે.જે.પટેલ સહિત સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.