બાકોર પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો… મહીસાગર SOG ટીમની સફળ કાર્યવાહી…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી મહીસાગર જિલ્લા એસ.ઓ.જી. (SOG) ટીમ દ્વારા રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સૂચનાઓના આધારે મહીસાગર SOGના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ધોરડાને બાતમી મળી હતી કે બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહી ગુનો રજીસ્ટર નં. 0430/2024 હેઠળ પ્રોહિબિશન એક્ટ કલમ 65(એ)(ઇ), 116(બી), 81, 83 અને 98(2) મુજબનો આરોપી મહેશભાઈ પ્રકાશભાઈ સેવક છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો હતો. હાલ હોળીના તહેવાર નિમિત્તે તે પોતાના વતન આશપુર, જિલ્લો ડુંગરપુર (રાજસ્થાન) ખાતે આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી.આ બાતમીના આધારે SOG ટીમના પો.સ.ઇ. એચ.બી. સિસોદિયા, એ.એસ.આઇ. કિર્તિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર, પોલીસ કોન્સ્ટેબલ નથુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ દ્વારા રાજસ્થાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેને હસ્તગત કરી મહીસાગર જિલ્લામાં લાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાકોર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પકડાયેલ આરોપી:મહેશભાઈ પ્રકાશભાઈ સેવક, રહે. ખેડાફળિયા આશપુર, તા. આશપુર, જી. ડુંગરપુર (રાજસ્થાન)