ઝાલોદ,(દાહોદ) હિતેશ પ્રજાપતિ :-

લીમડી નગર માં તેમજ દાહોદ–ઝાલોદ–રાજસ્થાન બાયપાસ રોડ પર વર્ષોથી ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. કચરા ના ઢગલાઓમાં ગાયમાતા પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો ખાતા જોવા મળે છે.આ એક ખૂબ જ દુઃખ ની વાત છે.તલાટી કમ મંત્રી કિરણભાઈ મછાર અને સરપંચ શીલાબેન વિજયભાઈ મોરી જાણે ‘ખોવાઈ’ ગયા હોય તેમ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરાઈ નથી.
ધાર્મિક સ્થળો અને આશ્રમશાળા ની આસપાસ ગંદકીથી બાળકો તેમજ રાહદારીઓ પરેશાન છે . કચરાના ઢગલાં દૂષિત દુર્ગંધ ના કારણે ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોડ જેવી ભયંકર બીમારી લાગી શકે. આરોગ્ય પણ જોખમમાં મુકાય શકે.અનેક રજૂઆતો છતાં તંત્ર મૌન છે.
સ્થાનિકોમાં ભારે રોષ છે. તાત્કાલિક , જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી અને કાયમી સ્વચ્છતા વ્યવસ્થાની માંગ ઉઠી છે. નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી…