ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના ઉમેદવારો માટે ‘ક્લસ્ટર મેગા જોબ ફેર’નું આયોજન

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

તા.૦૭ જાન્યુઆરીના રોજ સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજાશે ભવ્ય ‘ક્લસ્ટર મેગા જોબ ફેર’

પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના યુવાઓ માટે રોજગારીની સુવર્ણ તક આવી છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી – પંચમહાલ, મહીસાગર અને દાહોદના સંયુક્ત ઉપક્રમે આગામી ૦૭ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ગોધરા ખાતે એક ભવ્ય ‘ક્લસ્ટર મેગા જોબ ફેર’ (ઔદ્યોગિક ભરતીમેળા)નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળો તા.૦૭ જાન્યુઆરીએ બુધવારના રોજ સવારે ૦૯:૩૦ કલાકે સ્વામિનારાયણ મંદિર (BAPS) હોલ, ભુરાવાવ બસ સ્ટેન્ડ નજીક, ગોધરા-અમદાવાદ હાઇવે રોડ, ગોધરા ખાતે યોજાશે.

આ ભરતીમેળામાં ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. શૈક્ષણિક લાયકાતમાં એસ.એસ.સી (SSC), એચ.એસ.સી (HSC), આઈ.ટી.આઈ (ટેકનીકલ ટ્રેડ), ડિપ્લોમા, સ્નાતક (Graduate) અને અનુસ્નાતક (Post Graduate) ધરાવતા મહિલા અને પુરુષ ઉમેદવારો આ તકનો લાભ મેળવી શકશે.

આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના વિવિધ નામાંકિત નોકરીદાતાઓ દ્વારા ટેકનીકલ તથા નોન-ટેકનીકલ જગ્યાઓ માટે સીધા ઇન્ટરવ્યુના માધ્યમથી રોજગારી અને એપ્રેન્ટીસની તકો પૂરી પાડવામાં આવશે.નોકરી દાતાઓ રજીસ્ટ્રેશન લિંક https: //hosturl.link/XDZekT પર રજીસ્ટ્રેશન કરાવી શકશે.

રસ ધરાવતા ઉમેદવારોએ https://hosturl.link/qg0h2s લિંક પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા ભરતીમેળાના સ્થળ પર રૂબરૂ પહોંચી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

આમ,વધુમાં વધુ સંખ્યામાં લાયક ઉમેદવારોને આ મેગા જોબ ફેરમાં ઉપસ્થિત રહી રોજગારીની તક ઝડપી લેવા જિલ્લા રોજગાર અધિકારી, ગોધરા-પંચમહાલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.