ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
સરકારી પોલિટેકનિક, ગોધરા દ્વારા ધોરણ ૧૦ પછીના પ્રથમ વર્ષ અને સી ટુ ડી (C to D) બીજા વર્ષ ડિપ્લોમા અભ્યાસક્રમમાં વર્ષ ૨૦૨૬-૨૭ ની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને પ્રવેશ કાર્યવાહીના ક્રમિક પગલાં અંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પડતી મુશ્કેલીઓના માર્ગદર્શન અને વિવિધ સમસ્યાના નિરાકરણ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (ACPDC), અમદાવાદ દ્વારા આ માર્ગદર્શન સેમિનાર અને ચર્ચા સભાનું આયોજન તારીખ ૦૧/૦૬/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ‘શહીદ ભગતસિંહ ઓડિટોરિયમ હોલ’, સરકારી પોલિટેકનિક, ગોધરા ખાતે રાખવામાં આવેલ છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (ACPDC), અમદાવાદ આ સેમિનારમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પદ્ધતિ, જરૂરી દસ્તાવેજો (Documents) અને મેરિટ પ્રક્રિયા અંગે વિગતવાર સમજણ આપવામાં આવશે. આથી, ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને આ માર્ગદર્શન સેમિનારમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લેવા માટે આચાર્યશ્રી, સરકારી પોલિટેકનિક, ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.