ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે ૧૮ જાન્યુઆરીએ પૂર્વ સૈનિકો માટે ભવ્ય સંમેલનનું આયોજન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ કચેરી, ગોધરા દ્વારા જિલ્લાના તમામ પૂર્વ સૈનિકોને સંમેલનનો લાભ લેવા માટે કરાયો અનુરોધ…

ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે આગામી ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સૈનિકો માટે એક વિશેષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મુખ્યત્વે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, વીર નારીઓ અને તેમના આશ્રિતો માટે નોકરી વિષયક સહિતના સેવાકીય સહિતના વિવિધ પ્રશ્નો સમાધાન માટે સંમેલન યોજવામાં આવે છે.

આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને નડતી વિવિધ સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો છે. જેમાં ખાસ કરીને:પેન્શન સંબંધિત પ્રશ્નો, SPARSH માઈગ્રેશન અંગેની માહિતી અને સહાય,દસ્તાવેજીકરણ (Documentation) અને તબીબી સેવાઓ, અન્ય વ્યક્તિગત અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે.આ સંમેલનમાં રેકોર્ડ ઓફિસ, બેંકના પ્રતિનિધિઓ તથા પેન્શન સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહેશે, જેથી પૂર્વ સૈનિકો સીધો સંપર્ક કરી પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે.

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ કચેરી, ગોધરા દ્વારા સંબંધિત જિલ્લાના તમામ પૂર્વ સૈનિકો અને વીર નારીઓને આ સંમેલનનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.