ફતેપુરાના જગોલા ગામમાં કૂવામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતાં ચકચાર, ઓળખ મેળવવા પોલીસની તપાસ શરૂ

ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

Kalam Ki Sarkar News / Fatepura, Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જગોલા ગામમાં એક કૂવામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા, જ્યારે પોલીસ દ્વારા મહિલાની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જગોલા ગામમાં રહેતા પારગી નવલાભાઈ હીરાભાઈના કૂવામાં એક અજાણી મહિલા પડી હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી. આ અંગેના સમાચાર ગામમાં ફેલાતાં જ કૂવા પાસે ગ્રામજનોનાં ટોળાં એકઠાં થયાં હતાં.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓ તેમજ ગ્રામજનોની મદદથી મહિલાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

હાલ મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. તેની ઓળખ મેળવવા માટે પોલીસે આસપાસનાં ગામોમાં તપાસ શરૂ કરી છે. આ સમગ્ર બનાવ અંગે ફતેપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



આ પણ વાંચો :-