ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / Panchmahal: પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવા અને જનભાગીદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આગામી 17 સપ્ટેમ્બર 2026થી 17 ઓક્ટોબર 2026 દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન યોજાશે. આ વર્ષે આ અભિયાન ‘Swachhata Mein Sahbhag, Swachh Bharat, Vikshit Bharat’ની થીમ હેઠળ યોજાશે.
ગ્રામ્ય અને તાલુકા સ્તરે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ
અભિયાન અંતર્ગત સમગ્ર પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય તેમજ તાલુકા સ્તરે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મુખ્યત્વે Cleanliness Target Units (CTU)ની સફાઈ અને પરિવર્તન, જાહેર સ્થળોની સ્વચ્છતા, શાળાઓ અને યુવાનોની સહભાગિતા, સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર તેમજ ‘સ્વચ્છતા સે સમૃદ્ધિ’ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
ગંદા અને ઉપેક્ષિત સ્થળોને CTU તરીકે ઓળખી સફાઈ કરાશે
જિલ્લાની તમામ તાલુકા પંચાયત કચેરીઓ દ્વારા ગ્રામ પંચાયતો, શાળાઓ, સ્વસહાય જૂથો (SHG), યુવા મંડળો, સ્થાનિક સંસ્થાઓ અને સ્વચ્છાગ્રહીઓના સહયોગથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ગંદા તથા ઉપેક્ષિત સ્થળોની ઓળખ કરીને તેને Cleanliness Target Unit (CTU) તરીકે નિર્ધારિત કરી સમયસર સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત બજારો, શાળાઓ, આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તળાવો અને નાળા જેવા જાહેર સ્થળોએ પણ વ્યાપક સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે.
શાળાઓ અને યુવાનો દ્વારા જાગૃતિ કાર્યક્રમો
સફાઈ બાદ સ્થળોની સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોમાં સ્વચ્છતા અંગે વધુ જાગૃતિ આવે તે માટે શાળાઓ તથા યુવાનોમાં સ્વચ્છતા જ્ઞાન યાત્રા, સ્વચ્છતા તેમજ સંગ્રહ સંવાદ, વિવિધ સ્પર્ધાઓ અને જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
‘Whole of Society’ અને ‘Whole of Government’ અભિગમ સાથે જનભાગીદારી
‘Whole of Society’ અને ‘Whole of Government’ના અભિગમ સાથે સ્વચ્છ, હરિત અને ટકાઉ ગુજરાતના નિર્માણ માટે આ ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન યોજાશે.
આ અભિયાનને સફળ જન આંદોલન બનાવવા માટે પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકો અને ગ્રામજનો સક્રિયપણે ભાગ લે અને સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
