શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામે કડાણા વિસ્થાપિતોની જમીનો તેમજ પ્લોટો ઉપર ગેરકાયદેસર દબાણ હટાવાની કામગીરી તંત્ર દ્વારા શરુ કરવામા આવી છે.પોલીસ અને એસઆરપી જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્લોટો તેમજ જમીનોમા ઉભા કરવામ આવેલા દબાણો દુર કરવામા આવ્યા છે. જેમા જમીન ચોખ્ખી થયા બાદ ખેડુતોને જમીનોનો કબજો સોપવામા આવશે.
શહેરા તાલુકાના ડેમલી ગામે કડાણા ડેમના વિસ્થાપિતોને ફાળવામા આવેલી જમીનો અને પ્લોટો પર ગેરકાયદેસર પ્લોટો બની ગયા હતા.જેમા અરજદારો જે હકદાર છે. તેઓ પોતાની જમીન મેળવાને લઈને તંત્રને રજુઆતો કરી હતી. આ મામલે તંત્ર દ્વારા દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામા આવી હતી. જેમા જેસીબી મશીન વડે કાચા પાકા દબાણો દુર કરવામા આવ્યા હતા. 30 પ્લોટ અને 32 હેકટર જમીનમાંથી ગેરકાયદેસર દબાણો દુર કરવામા આવ્યા હતા. દબાણો હટાવાની કામગીરી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો. શહેરા પોલીસ ટીમ દ્વારા આગેવાનો સાથે મીંટીગ કરીને સમજ પણ આપવામા આવી હતી.કે કડાણા જળાશયના અસર ગ્રસ્તોને પુનઃ વસવાટ માટે ફાળવામા આવ્યા છે. જે જમીનોમા દબાણો કરેલ છે તે જાતે દુર કરવા તેમજ પ્રસાશન દ્વારા કરવામા આવેલી કામગીરીમા વિક્ષેપ ઉભો કરવો નહી.અને કાયદો અને વ્યવસ્થા હાથમા લેવો નહી સહિતના સુચનો આપવામા આવ્યા હતા. વધુમા દબાણો હટાવાની કામગીરી પુર્ણ ના થાય ત્યા સુધી પોલીસ સ્ટાફ હાજર રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત રાખવામા આવશે.