લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી મહીસાગર જિલ્લા એસ.ઓ.જી. (SOG) ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સૂચનાઓના આધારે મહીસાગર SOGના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ધોરડા ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.દરમિયાન ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો રજીસ્ટર નં. 543/2025 હેઠળ BNS કલમ 137(2), 87, 64(2)(M), 54 તથા પોક્સો એક્ટ કલમ 4, 5(L), 6 મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઈ મોતીભાઈ તલાર પોતાના નિવાસસ્થાને હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે SOG ટીમના પો.સ.ઇ. એ.એમ. બારીઆ, એ.એસ.આઇ. અમરસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર તથા હેડ કોન્સ્ટેબલ નટવરસિંહ દ્વારા બાતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વિરપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પકડાયેલ આરોપી:મુકેશભાઈ મોતીભાઈ તલાર, રહે. ધોળી, તા. વિરપુર, જી. મહીસાગર