દાહોદ સબ જેલમાં સ્થાનિક પરમ્પરા મુજબ ધુળેટીની ઉજવણી કરવામાં આવી.

દાહોદ, જીગ્નેશ પંચાલ :-

દાહોદ સબ જેલમાં ધુળેટીના તહેવાર નિમિત્તે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતમાં સ્થાનિક પરમ્પરા મુજબ કેસુડાના ફુલોના કલરમાં અન્ય પ્રાકૃતિક કલર મેળવીને ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જેલના અધિક્ષક એમ.એલ.ગમારાનાઓએ જણાવ્યું કે, દાહોદ સબ જેલમાં દરેક ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આજ રોજ ધુળેટીનો તહેવાર હોય કેદીઓએ આ તહેવારની ઉજવણી થી બાકત ન રહે તે માટે પ્રાકૃતિક રંગો જેલના બંદિવાનો દ્વારા તૈયાર કરાવી ધારાસભ્યની હાજરીમાં ઉજવણી કરવામાં આવી.

ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનાઓએ આ પ્રસંગે અનુરૂપ જણાવેલ કે, અમારા મુળ નિવાસીનો આ સૌથી મોટો તહેવાર હોય ખુબ જ ધામધુમથી અને પરમ્પરા અનુસાર ઉજવણી કરીએ છીએ. તેઓએ કેસુડાના ફુલથી તૈયાર કરવામાં આવેલ રંગોના ગુણ વિશે જાણકારી આપેલ. વધુમાં તેઓને જણાવેલ કે, દાહોદ જિલ્લાના દરેક ઘરે-ઘરે વાલોર પાપડીનું શાક બનાવીને ખાવામાં આવે છે, જેના કારણે આખા વર્ષ દરમિયાન તંદુરસ્તી સારી રહે છે. આજરોજ જેલની અંદર ખોરાકની ચકાસણી કરતા વાલોર-પાપડીનું શાક બંદીવાનો માટે બનાવવામાં આવ્યું.કેદીઓને જેલ પ્રશાસન તરફથી આપવામાં આવતો ખોરાક જોઈ સંતોષ વ્યક્ત કરયુ તેઓને જેલના મુસ્લિમ બંદિવાનોને પણ પવિત્ર રમજાન માસની શુભેચ્છા પાઠવી હતી.અને રમજાન માસમાં રોજા કરતા મુસ્લિમ બંદિવાનોને આપવામાં આવતી સવલતની જાણકારી મેળવી હતી. બંદિવાનો તથા સ્ટાફ કર્મચારીઓએ ધારસભ્યની સાથે આદિવાસી પરમ્પરા મુજબ ટીમલીના તાલે નૃત્ય કરેલ અને કેસુડાના કલરથી ધુળેટીની ઉજવણી કરેલ હતી.