લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

આજરોજ લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે મહીસાગર જિલ્લા યુવા કોંગ્રેસની પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠક ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત યુવા કોંગ્રેસના સહપ્રભારી અંજના બૈરવાજી ની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
યુવાનોને ચૂંટણીમાં તક:
બેઠકને સંબોધતા પ્રભારી અંજના બૈરવાજી અને પ્રદેશ ઉપપ્રમુખ મધ્યઝોન ના પ્રભારી ઉવેશભાઈ મન્સૂરી એ જાહેરાત કરી હતી કે, આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ૪૦ વર્ષથી ઓછી વયના સક્રિય અને પાયાના કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ યુવાનોની શક્તિ પર ભરોસો રાખે છે અને તેમને નેતૃત્વ કરવાની પૂરી તક પૂરી પાડશે. ત્યારબાદ મહીસાગર જિલ્લાના પ્રભારી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ગૌરાંગભાઈ દ્વારા
સંગઠનની મજબૂતી માટે હવેથી દર મહિને ફરજિયાતપણે જિલ્લા અને તાલુકા સ્તરે બેઠકો (Meetings) યોજવામાં આવશે.
તમામ પદાધિકારીઓને પોતપોતાના વિસ્તારમાં ગ્રાઉન્ડ લેવલ પર જઈને ‘બુથ લેવલ’ મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
સ્થાનિક યુવાનોની સમસ્યાઓ અને જનહિતના મુદ્દાઓ પર સતત સક્રિય રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ સાહિલ પરમાર સિનિયર આગેવાન પ્રતાપસિંહ સોલંકી અને જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જિલ્લાના આગેવાનો અને સાહિલભાઈ પરમાર દ્વારા પણ કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા કોંગ્રેસ, SC,ST,OBC, Minority સેલના પ્રમુખ, નગરપાલિકા કોર્પોરેટર તેમજ તમામ યુવા કોંગ્રેસ ના ચૂંટાયેલ વિધાનસભા પ્રમુખ તાલુકાના પ્રમુખ અને હોદ્દેદારો સાથે યુવા કોંગ્રેસના કાર્યકતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.