ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
મકરસંક્રાંતિના પર્વે જ્યારે સમગ્ર રાજ્ય પતંગબાજીના આનંદમાં ડૂબેલું હતું, ત્યારે ગોંડલના ભગવતપરા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. પતંગ ચગાવવા જેવી નજીવી બાબતમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે થયેલી તકરારમાં તીક્ષ્ણ હથિયારો ઉડ્યા હતા. આ હિંસક અથડામણમાં ગંભીર રીતે ઘવાયેલા 30 વર્ષીય યુવકનું મોત નીપજતા ઉત્સાહનો તહેવાર શોકમાં ફેરવાયો હતો.શું હતી ઘટના?મળતી માહિતી અનુસાર, ઘટના ગોંડલના ભગવતપરા ગેઈટ વાળી શેરીમાં બની હતી. જ્યા મકરસંક્રાંતિના દિવસે બંને પરિવારો પોતપોતાની અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા. આ દરમિયાન પતંગ ચગાવવા જેવી મામૂલી બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષના સભ્યો તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં બંને પક્ષના કુલ 4 લોકો લોહીલુહાણ થયા હતા.
મકરસંક્રાંતિના પર્વે જ્યારે સમગ્ર રાજ્ય પતંગબાજીના આનંદમાં ડૂબેલું હતું, ત્યારે ગોંડલના ભગવતપરા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. પતંગ ચગાવવા જેવી નજીવી બાબતમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે થયેલી તકરારમાં તીક્ષ્ણ હથિયારો ઉડ્યા હતા. આ હિંસક અથડામણમાં ગંભીર રીતે ઘવાયેલા 30 વર્ષીય યુવકનું મોત નીપજતા ઉત્સાહનો તહેવાર શોકમાં ફેરવાયો હતો.મળતી માહિતી અનુસાર, ઘટના ગોંડલના ભગવતપરા ગેઈટ વાળી શેરીમાં બની હતી. જ્યા મકરસંક્રાંતિના દિવસે બંને પરિવારો પોતપોતાની અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા. આ દરમિયાન પતંગ ચગાવવા જેવી મામૂલી બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. સામાન્ય બોલાચાલીએ જોત-જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષના સભ્યો તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં બંને પક્ષના કુલ 4 લોકો લોહીલુહાણ થયા હતા.