ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
અરજદારો તા.૧૦ મી જાન્યુઆરી સુધી પોતાના પ્રશ્નો મોકલી શકશે…
ગોધરા(શહેર) તાલુકા માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૧/૨૦૨૬ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે.
આ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો કરતી અરજી સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તા.૧૦/૦૧/૨૦૨૬ સુધીમાં મામલતદાર કચેરી,ગોધરા(શહેર) ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મારફતે મોકલી આપવાના રહેશે.
અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” એમ સ્પષ્ટ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનું નામ તથા સરનામુ અને પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અથવા સંપર્ક નંબર અવશ્ય લખવાનો રહેશે.
તાલુકા સ્વાગતમાં અરજદારે લાંબા સમયના પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવાની રહેશે. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજુઆતની નકલ અરજી સાથે જોડવાની રહેશે. આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની રજૂઆત કરી શકશે અને કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકશે નહિ. તેમજ તા.૧૦/૦૧/૨૦૨૬ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે તેમ મામલતદાર, ગોધરા ( શહેર) દ્વારા એક યાદીમાં જણાવાયું છે.