શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા એસટી બસ સ્ટેશનમા આજે અકસ્માતની ઘટના બની હતી. જેમા વડોદરાથી સંતરામપુર જતી બસની અડફેટે એક મહિલાનો અકસ્માત થતા તેનુ મોત થયુ હતુ. આ મામલે પોલીસનો કાફલો ધસી આવ્યો હતો. અને પોલીસે મહિલાના સગાસંબધીની શોધખોળ હાથ ધરી છે.
પંચમહાલ જીલ્લાના શહેરા નગરમા આવેલા એસટી બસ સ્ટેશન ખાતે વડોદરા સંતરામપુરની અડફેટે એક અજાણી મહિલા અડફેટે આવતા મોતથયુ હતુ આઅજાણી મહિલા ક્યા ની છે તે જાણી શકાયુ નથી. ત્યારે એસટી વિભાગ દ્વારા પોલીસને પણ જાણ કરવામા આવી હતી શહેરા પોલીસનો કાફલો ધસી આવ્યો હતો.વૃધ્ધા પાસેથી એક થેલી મલી આવી હતી. જોકે કોઈ ઓળખકાર્ડ કે તેવી વસ્તુઓ મળી આવી ન હતી, પોલીસ દ્વારા વૃધ્ધાની લાશને હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી છે. બનાવને લઈ લોકોના પણ ટોળા ઉમટી પડ્યા હતા. બસનો ચાલક બસ લઈને આવતો હતો. તે સમયે આ વૃધ્ધા એકાએક આગળ આવી જતા અકસ્માત થયો હોવાનુ લોકોમા ચર્ચાઈ રહ્યુ છે. હાલમા શહેરા પોલીસ દ્વારા વૃધ્ધા ક્યા ની છે તે દિશામા તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.