દાહોદ, જીગ્નેશ પંચાલ :-
વહીવટી સુધારણા તેમજ જનહિતને ધ્યાને લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ જિલ્લામાં આંતરિક બદલીઓનો ગંજીફો ચીપી બદલી માટેનો હુકમ જારી કર્યો છે. જેમાં દાહોદ એ ડિવિઝનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એસડી સરવૈયાની સાગટાળા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે બદલી કરવામાં આવી છે.
જ્યારે સાગટાળા પીએસઆઇ ડીએસ લાડની દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇ વીપી કરનારાની દાહોદ એસ.પી કચેરી, એલ આઈ બી ઓફિસમાં બદલી કરવામાં આવી છે જ્યારે એલ.આઈ.બી પીઆઈ ડીએમ ઢોલની દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. પેરોલ ફર્લો પીઆઇ સીઆર દેસાઈની સાગટાળા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. સંજેલી પીઆઇ કે આર રાવતની મહિલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે રાજપુતને દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે. દેવગઢબારિયા પીઆઇ બી કે ચાવડાને લીમખેડા પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે લીમખેડાના પીઆઈ કેસી વાઘેલાની પેરોલ ફર્લોમાં પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે સાગટાળા પી.આઇ. જી.બી. પરમારની સંજેલી પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે.