શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદમા જણાવાયુ હતુ કે પાર્વતીબેન બારીયા રહે મોરવા રેણા તા શહેરા,જી પંચમહાલ પોતે 19 તારીખના રોજ ઘરની દીવાલને પ્લાસ્ટર મારવાનું હોય તેથી મજૂરો બોલાવ્યા હતા અને મજૂરો પ્લાસ્ટરનું કામ કરવા જતા હતા ત્યારે પાડોશમાં રહેતા સંજયભાઈ પટેલ અને તેમની પત્ની દીપીકા કહેવા લાગ્યા હતા કે દિવાલ અમારા જમીનમાં છે તો હું આ પ્લાસ્ટર નહીં કરવા દઉ એમ કરીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ તે મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જે બાબતેસંજયભાઈ શાંતિલાલ બારીયાએઅમારા કુટુંબનો માણસો ભેગા કરેલા અને સંજયભાઈ અને દીપિકાબેન અમને કહેતા હતા કે અમારી સામે પોલીસ સ્ટેશનમાં અરજી કેમ કરી છે તેમ કહી ખોટી મા બેન સમાણી ગાળો બોલવા લાગેલા તેઓને ગાળો બોલવાની ના પાડતા મારી પર ઉશ્કેરાઈ ગયેલા અને સંજયભાઈ ને દોડી આવીને ગડદા પાટુનો માર મારવા લાગેલા તે વખતે મારી છોકરી શ્રદ્ધાબેન છોડાવવા પડતા તેને દીપિકાબેન સંજયભાઈ બારીયાએ ધક્કો મારીને નીચે પાડી દીધેલ હતા. તથા મીહીરભાઈ સંજયભાઈ દોડી આવીને ગડદા પાર્ટીનું માર મારવા લાગેલા આ વખતે અમારા ચેતનાબેન પટેલ અને કોમલબેન ખાટ વચ્ચે પડીને અમને મારમાંથી છોડાવ્યા હતા. અને તેઓ અમને મારી નાખવાની ધમકી આપીને જતા રહે .ત્યાર પછી મારી છોકરી શ્રદ્ધાબેન પપ્રેગનેટ હોય નીચે પડી જતા વાગેલ જેથી તેને હું કાકણપુર સરકારી દવાખાને લઈ ગઈ હતી.પોલીસ ફરિયાદમા સંજયભાઈ બારીયા,દિપિકાબેન બારીયા,મીહીરભાઈ બારીયા સામે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે,