ઈદે મિલાદ નિમિત્તે લુણાવાડામાં દાઉદી વ્હોરા સમાજનું ભવ્ય ઝુલુસ

લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

લુણાવાડા: હજરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લુણાવાડા શહેરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા પણ ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જમાલિ મસ્જિદ પાસેથી ઝુલુસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

આ ઝુલુસમાં દાઉદી વ્હોરા સમાજના આગેવાન જનાબ આમીલ સાહેબ, વિવિધ સંસ્થાઓના સભ્યો, બુરહાની ગાર્ડ્સ બેન્ડ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. સમાજના લોકો સફેદ વસ્ત્રો અને ટોપી ધારણ કરી તેમજ પોતાના સમાજના બેનરો સાથે ઝુલુસમાં સામેલ થયા હતા.

ઝુલુસ દરમિયાન ઈદે મિલાદની ખુશી સાથે પયગંબર હજરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ઉત્સાહ સાથે ભાઈચારા અને એકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.

દાઉદી વ્હોરા સમાજના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમાજના લોકોની ઉપસ્થિતિમાં ઈદે મિલાદનું આ ઝુલુસ ભવ્ય રીતે યોજાયું હતું.



આ પણ વાંચો :-