ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં વલસાડમાં આમ આદમી પાર્ટીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વલસાડ: ભાવનગરમાં બનેલી ગંભીર લઠ્ઠાકાંડની ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વલસાડના ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શનિવારે ‘આપ’ના પ્રમુખ, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભાવનગર લઠ્ઠાકાંડના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં વલસાડના ટાવર ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રાજ્યમાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી પર રોક લગાવવાની માંગ કરી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ “સત્તાની છત્રછાયામાં બુટલેગરો બેફામ અને કાયદો લાચાર બન્યો”, “હપ્તાખોરી અને ભ્રષ્ટાચાર”, “બુટલેગરો સામે ગુજરાતના ગૃહમંત્રી નતમસ્તક” અને “ગુજરાતમાં હપ્તારાજ લાવ્યું, બુટલેગરોનું રાજ” જેવા બેનરો સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે લઠ્ઠાકાંડની ઘટનામાં જવાબદાર તમામ લોકો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવે.

આમ આદમી પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે લોકોના જીવન અને સુરક્ષા સાથે ચેડાં કરતી આવી ગંભીર ઘટનાઓ સામે પાર્ટી સતત અવાજ ઉઠાવતી રહેશે અને લોકહિત માટેની લડત ચાલુ રાખશે.



આ પણ વાંચો :-