લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

મહીસાગર: મોટી સરસણ ગામ ખાતે આવેલી વંદે મા ભારતી આશ્રમશાળામાં ‘નારી વંદન ઉત્સવ 2026’ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે નારી વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન, મહીસાગર ટીમના કાઉન્સેલર સુતરીયા હેતલબેન તથા કોન્સ્ટેબલ પટેલ મનીષાબેન દ્વારા દીકરીઓને મહિલા સુરક્ષા અને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન દીકરીઓને 181 મહિલા હેલ્પલાઇન દ્વારા મળતી તાત્કાલિક સહાય, ઘરેલુ હિંસા, મહિલા સુરક્ષા, સાઇબર સુરક્ષા તેમજ કાનૂની માર્ગદર્શન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમનો હેતુ દીકરીઓમાં મહિલા સુરક્ષા, તેમના અધિકારો અને ઉપલબ્ધ સહાય સેવાઓ અંગે જાગૃતિ વધારવાનો હતો.