ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં અભયમ મહિલા હેલ્પલાઇન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો…

ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

દાહોદ: દાહોદ જિલ્લાના ફતેપુરા નગર સ્થિત જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે આજરોજ અભયમ મહિલા હેલ્પલાઇન અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને મહિલાઓની સુરક્ષા, કાનૂની હકો અને વિવિધ સહાય સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા મહિલાઓ સામે થતી ઘરેલુ હિંસા, શારીરિક, માનસિક અને જાતીય શોષણ, છેડતી જેવી ઘટનાઓમાં ઉપલબ્ધ સહાય અને કાનૂની પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલાઓ માટે અમલમાં રહેલી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન અભયમની ટીમે મહિલાઓ અને કિશોરીઓને પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા તેમજ મુશ્કેલીના સમયે નિર્ભય બની મદદ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમમાં રસપૂર્વક ભાગ લઈ વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબ મેળવ્યા હતા.



આ પણ વાંચો :-