દાહોદના અનાજ માર્કેટમાં ધોળા દિવસે આંગડિયા કર્મચારીઓને માર મારી દોઢ કરોડની ધાડ પાડી લુંટ ચલાવનાર 8 આરોપીઓમાંથી 4 આરોપીઓ 1.35 લાખ રૂપિયાની રોકડ સાથે ઝડપાયા

દાહોદ, જિગ્નેશ પંચાલ :-

દાહોદના અનાજ માર્કેટમાં વેર હાઉસ નજીક થોડા દિવસો પહેલા આંગડિયા કર્મચારીઓને આંતરી તેમને માર મારી તેમની પાસેથી 1.41 લાખ રોકડા અને 5 લાખના સોનાના દાગીનાની લુંટ ચલાવી બે નંબર વગરની સપોર્ટ બાઈકો ઉપર આવેલા 6 જેટલા ધાડ પાડુ લૂંટારાઓએ આંગડિયાના કર્મીઓને માર મારી લુંટ ચલાવી ફરાર થયા હતા ત્યારે આ ઘટના મુદ્દે LCB SOG એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ પોલીસ મથકની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને લૂંટની ઘટનાના ગણતરીના કલાકોમાં મંડાવાવ ધામરડા રોડ તરફથી જાલત ગામ નજીક જઈ રહ્યા હતા તેવા સમયે રૂરલ પોલીસ મથકના પીએસઆઈ આર જી ઝાલા અને તેમની ટીમ જાલત ગામે આરોપીઓને ઝડપી પાડવા માટે ખાનગી વાહન તેમજ અન્ય જરૂરી વસ્તુઓથી નાકાબંધી કરીને ઉભા હતા તેવા સમયે પોલીસ દ્રારા આડાસ કરીને મુકેલા વાહનો સાથે પોતાની પલ્સર સપોર્ટ બાઈક થી વાહનો સાથે અથડાવી અકસ્માત કરતા તેઓને ગંભીર ઈજાઓ આવતા પોલીસે માનવીય અભિગમ દાખવી ગોવિંદ રમણભાઈ મોહનિયા પરમેશ્વર સમીરભાઈ પલાસ અને અતુલ મહેશભાઈ ભુરીયાને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લઈ જવાયા હતા જયારે લૂંટારાઓ ભાગવા જતા પોલીસની ગાડી સાથે એક્સીડેન્ટ કર્યા અંગે સરકાર તરફે રૂરલ પોલીસ મથકના પીએસઆઈ આર જી ઝાલા એ એમવી એક્ટ 177 184 મુબજ તેમજ બીએનએસ ની 281 125 એ મુજબ ગુનો નોંધાવ્યો છે ત્યારે લુંટ ધાડ પાડી આંગડિયા કર્મીઓને માર મારી તેમની પાસેથી દોઢ કરોડ રોકડા અને 5 લાખના સોનાના દાગીના લઈને ફરાર થતા એ ડિવિઝન પોલીસ મથકે 8 ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 61(2) (એ) 310(2) 311 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે ધાડ પાડી દોઢ કરોડ અને 5 લાખના સોનાની લુંટ ચલાવી ફરાર થયેલા 8 આરોપીઓમાંથી પોલીસે 4 આરોપીઓને લૂંટમાં ગયેલા ₹ 1.35 કરોડ રૂપિયા સાથે ઝડપી તેમને નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે અતુલ ભુરીયા, પરમેશ્વર પલાસ, ગોવિંદ મોહનિયા, અલ્પેશ પણદા ને કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ મોકલી દેવાતા હવે એ ડિવિઝન પોલીસ આ સમગ્ર મામલે ઝીંણવટ પૂર્વક તપાસ ચલાવી અને આ સમગ્ર કાવતરામાં કોણ સામેલ છે કોને રેકી કરી હતી કોણ આમને બંધ બારણે મદદ કરી રહ્યા છે તે તમામ પાસાઓમાં પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસે આ ધાડ વિથ લૂંટની ઘટનામાં સામેલ અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાંથી અર્જુન નટવરભાઈ અમલીયાર અવીચલ ધીરુભાઈ પલાસ જીજ્ઞેશ સુકલા ભાઈ હઠીલા ધરમ વિક્રમ પલાસ જે આ સમગ્ર મામલે રેકી કરનાર આરોપી છે જેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે આ સમગ્ર મામલે આ આરોપીઓની એમ ઓ આ પ્રકારે છે જેમાં તેઓના સાગરીતો સાથે મળી આંગડીયા પેઢીના કર્મચારીઓની રોજિંદી મુવમેન્ટ ઉપર નજર રાખી રેકી કરી પૂર્વ આયોજિત કાવતરૂ બનાવી આંગડીયા પેઢીના કર્મચારીઓ રૂપિયા ભરેલા થેલાઓ લઇને નીકળેલ તે વખતે આયોજન પુર્વક નંબર વગરની મોટર સાયકલો ઉપર આવી મોટર સાયકલો આડી કરી ફરીયાદી તથા સાહેદ નરેન્દ્રસિંહ સોલંકીને દંડા વડે માર મારી ફરીયાદી તથા સાહેદને મુઢ ઇજાઓ પહોચાડી લુંટ કરી બન્ને મોટર સાયકલો ઉપર અલગ અલગ દિશામાં નાસી ગયેલ હતા.