લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ અને ગૃહ વિભાગ દ્ધારા અને ઇ. એમ. આર. આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા
કાર્યાંનીવિત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ગુજરાત ની પીડીત મહિલાઑ માટે આશીર્વાદ રુપ બની રહી છે મહિલાઑ ના શારિરીક,માનસિક, જાતીય સતામણી કે ઘરેલુ હિંસા સહિત ની હેરાનગતી માં અસરકારક કાઉન્સિલિંગ, સરકારશ્રીની એજન્સીઓ સાથે સંકલન કરી મદદ, માગૅદશૅન અને બચાવ કરેલ છે. લગ્નજીવન ના વિખવાદો, પાડોશી સાથે ના અણબનાવ, બિન જરૂરી કોલ મેસેજ થી હેરાનગતી, છેડતી વગેરે કિસ્સાઓ માં મદદરૂપ બની દીન પ્રતિદિન મહિલાઑ માં વધુ વિશ્વાસ અને પ્રતિભાવ મેળવવામાં આવી રહેલ છે જેથી આજે ગુજરાત ની મહિલાઑ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ અભયમ એક સાચી સાહેલી તરીકે બની રહી છે.
જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમીયાન અભયમ 181 મહિલા હેલ્પ લાઇન માં મદદ માટે રાજ્યભર માંથી કુલ 183520 કોલ આવેલ જેમાં 37380 જેટલા અતિ સંવેદન કિસ્સાઓ માં ધટના સ્થળે પહોચી મદદ, માર્ગદર્શન અને બચાવકાર્ય કરેલ છે જયારે અન્ય કિસ્સાઓ માં અસરકારક કાઉન્સિલગ, સરકારી એજન્સીઓ સાથે સંકલન કરી આશ્રય, જરૂરી સહયોગ અને સમાધાન કરાવેલ છે મહિસાગર જીલ્લા માં 1881 જેટલા જરૂરિયાત મંદ મહિલાઑ ના કોલ આવેલ જેમાંથી 437 કિસ્સાઓ માં અભયમ રેસક્યું વાન ડિસ્પેચ, સમાધાન 232 અને 189 મહિલાઑ ને બચાવ એજન્સીઓ રિફર કરવામાં આવ્યા હતા. કસ્ટડી ના 27, ઘરેલુ હિંસા ના 820, લગ્ન જીવનના વિખવાદો 88, જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાનો ની પ્રાથમિક માહિતી ના 74, શારીરિક, માનસીક, જાતીય હેરાનગતી ના 516, પરીવાર છોડેલ 39, અન્ય સબંધો ના 19, કાયદાકીય માગૅદશૅન 20, બીનજરૂરી કોલ મેસેજ થી હેરાન ગતિ નાં 12 અને અન્ય મહિલા લક્ષી પ્રશ્નો ના 257 જેટલા કોલ આવ્યાં હતાં. વર્ષ દરમિયાન જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, ઓ.એસ.સી, પી.બી.એસ.સી, આશ્રય ગૃહ અને સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરો તરફ થી નોંધપાત્ર સહાયોગ મળી રહ્યો હતો આમ અભયમ ટીમ દ્વારા લગ્નજીવન અને લગ્ન બહાર ના સબંધો, ઘરેલું હિંસા, શારીરિક માનસીક અને જાતિય સતામણી અને બીનજરૂરી કોલ મેસેજ થી હેરાન થતા મહિલાઑ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ ના જીવન માં આવેલ આપતી માં મદદ, માગૅદશૅન અને બચાવ દ્વારા મહિલા સલામતી, શાંતિ અને પારીવારીક, સામાજિક એકતા અને સુલેહ માટે પ્રસસનીય કાર્ય કરવામાં આવ્યું હતું.