દાહોદ,જીગ્નેશ પંચાલ :-

ગઈકાલે મોડી સાંજે દાહોદ એસ.ઓ.જી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગોધરા-ઇન્દોર હાઇવે પર નસીરપુર ગામે ખેતલાઆપા ટી સ્ટોલ પાસેથી શંકાસ્પદ જણાતી મારુતિ ઓમ ફોરવીલ ગાડીમાંથી તલાસી દરમિયાન રૂપિયા ૧.૩૦ લાખ ઉપરાંતની કિંમતનો પ્રતિબંધિત એવા ગાંજાનો જથ્થો પકડી પાડી તેના ડ્રાઇવરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે સાંજના સમયે દાહોદ એસ.ઓ.જી પોલીસની ટીમ ગોધરા-ઇન્દોર હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોડી સાંજના સવા છ વાગ્યાના સુમારે હાઇવે પર ખેતલાઆપા ટી સ્ટોલની પાસે ઉભેલ જીજે ૨૦એ ૯૨૮૭ નંબરની મારુતિ ઓમ ફોરવીલ ગાડી પોલીસને શંકાસ્પદ લાગી હતી. જેથી પોલીસે તે ગાડીની તલાસી લેતા ગાડીમાંથી રૂપિયા ૧,૩૦,૫૦૦/-ની કુલ કિંમતના ૨.૬૧૦ કિલોગ્રામ કુલ વજનનો સુકા લીલા કલરના પાન-૪બીજ વાળો પ્રતિબંધિત એવા ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ગાંજાનો તે જથ્થો પકડી પાડી,ગાડીના ડ્રાઇવર દાહોદ મોટા ઘાંચીવાડા માળીના ટેકરા પર રહેતા અનવર હુસેન ઉર્ફે ઝંડુ અલ્લાનૂર લખારાની ધરપકડ કરી તેની અંગ જડતી લઈ તેની પાસેથી રૂપિયા ૨,૫૦૦/-ની રોકડ રકમ પકડી પાડી, સદર પ્રતિબંધિત એવા માદક પદાર્થ ગાંજાના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા એક લાખની કિંમત ઓમ મારુતિ ફોરવીલ ગાડી મળી કુલ રૂપિયા ૨,૩૩,૦૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ ધરપકડ કરાયેલ ગાડીના ડ્રાઇવર અનવર હુસેન ઉર્ફે ઝંડુ અલ્લાનૂર લખારા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ૧૯૮૫ની કલમ ૮(સી),૨૦(બી),, ll(બી) મુજબ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેને જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે.