નર્મદા :મહિનાઓથી બંધ પડેલ અદાલતો ચાલુ કરવા નર્મદા બાર એસોસિએશનના દેખાવો

રાજપીપળા અદાલતના પટાગણમાં સૂત્રોચ્ચારો કરી અદાલતો શરું કરવાની માંગ

ફાઈલીંગ અને પક્ષકારો વિનાના કામો શરું કરવાની માંગણી

અદાલતો સાથે સંકળાયેલાઓની રોજીરોટી છીનવાઈ બેરોજગાર બન્યા –બાર પ્રમુખ વંદનાબેન ભટ્ટ

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

કોરોના ની મહામારીને લીધે સરકાર અને સુપ્રિમ કોર્ટના આદેશથી દેશની તમામ અદાલતોમાં તમામ કામગીરી ઓ બંધ છે ત્યારે કોરોનાનું એપિક સેન્ટર અદાલતો નથી અને અદાલતો ફરી ચાલુ કરોના સુત્રોચાર સાથે આજે નર્મદા જિલ્લા બાર એસોસીએસન ના પ્રમુખ વંદના બેન ભટ્ટની આગેવાનીમાં રાજપીપલા ન્યાયાલયના પટાગણમાં રાજપીપળાના જાણીતા ધારાશાસ્ત્રીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને અદાલતો ચાલુ કરવાની માંગ કરાઇ હતી.

નર્મદા જિલ્લા બાર એસોસીએસનના પ્રમુખ વંદનાબેન ભટ્ટે આ બાબતે જણાવ્યા હતુ કે અદાલતો બંધ હોવાથી અદાલતો સાથે સંકળાયેલા નાના-નાના રોજમદારો ટાઈપિસ્ટો અને અન્યોની રોજગારી છીનવાઈ ગઇ છે, તેઓ બેરોજગાર બન્યા છે. અને તેમને અન્યાય થયો છે જો કોરોના ને કારણે અદાલતો બંધજ રહેતી હોય તો માત્ર ફાઇલિંગ અને પક્ષકારો વગરના જે કામો પેન્ડિંગ છે તેવા કામો ચાલુ કરવા વિનંતી કરવામાં આવી હતી.

નર્મદા  જિલ્લા બાર એસોસીએસન ના પ્રમુખ વંદના બેન ભટ્ટની આગેવાનીમાં રાજપીપલા ન્યાયાલયના પટાગણમાં રાજપીપળાના જાણીતા ધારાશાસ્ત્રીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા તેની તસ્વીર
નર્મદા જિલ્લા બાર એસોસીએસન ના પ્રમુખ વંદના બેન ભટ્ટની આગેવાનીમાં રાજપીપલા ન્યાયાલયના પટાગણમાં રાજપીપળાના જાણીતા ધારાશાસ્ત્રીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા તેની તસ્વીર

આજરોજ દેખાવો કરતા વકીલોએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે આજે તો માત્ર સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા છે પરંતુ આગામી દિવસોમાં આંદોલન વધારીને પ્રતીક ઉપવાસ પણ કરવામાં આવશે.

આમ વકીલોએ આજરોજ રાજપીપળા ખાતે દેખાવો યોજી સુત્રોચ્ચાર કરી કોરોનાના કહેર વચ્ચે જ અદાલતો શરૂ કરવાની માંગણી કરી છે તે કેટલા અંશે યોગ્ય છે એનો પ્રત્યુતર તો માત્ર સરકાર જ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here