MPLADS યોજના હેઠળ વિદેશ મંત્રી જયશંકરે દત્તક લીધેલા નર્મદા જીલ્લાના ગામોમાં થનારા કામો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કેન્દ્ર સરકાર ના વિદેશ મંત્રી જયશંકર ગુજરાત રાજ્ય માથી રાજ્ય સભાના સભ્ય બની પ્રતિનિધિત્વ કરે છે ત્યારે તેઓ એ નર્મદા જિલ્લા માં ગામો દત્તક લીધેલા હોય આ ગામો માં વિવિઘ કલ્યાણ કારી યોજનાઓ થકી વિકાસ કરી લોકો ને શુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કટિબદ્ધ છે , ત્યારે નર્મદા જિલ્લામાં MPLADS (સાંસદ આદર્શ ગામ યોજના)ના અમલીકરણ માટે, ભારતીય પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ (IPHS) મુજબ સામોટ, અમદલા અને વ્યાધાર ગામોના સબ સેન્ટર કમ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના નવા બિલ્ડીંગના બાંધકામ માટે રૂપિયા 225.00 લાખની ફાળવણી કરી છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લાછરસ ખાતે એમ્બ્યુલન્સ માટે રૂપિયા ૨૨.૦૦ લાખની ફાળવણી કરી છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોલવણ, સાગબારા ખાતે મોબાઈલ હેલ્થ કેર યુનિટ માટે રૂપિયા ૩૨.૦૦ લાખની ફાળવણી કરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં ૭ સ્માર્ટ આંગણવાડીઓના બાંધકામ માટે રૂપિયા ૧૧૨.૦૦ લાખની રકમ ફાળવવી છે જમાં (સમોટ- 2 AW, વ્યાધર-2 AW, લાછરસ-1 AW, આમદલા-1 AW, ભદોદ-1 AW)નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here