મધ્ય ગુજરાત વિજ કંપની લિ.(જીઈબી) દ્વારા ચાર મહિના બાદ આવેલા લાઇટ બિલમાં ગ્રાહકો સાથે છેતરપિંડી?

કંપની દ્વારા યુનિટ ની બાદબાકી ન કરતા ભરેલી રકમ બાદ કરવા પાછળ ગ્રાહકોના ખિસ્સા ખંખેરવાનું ગણિત?

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા કોરોના મહામારી દરમિયાન લોકડાઊનમાં માર્ચ અને એપ્રિલ માસનું બિલ બનાવવા માટે કોઈ કર્મચારી આવેલ નહોતા અને ફેબ્રુઆરી માર્ચનું જે બિલ હોય તે મુજબનું બિલ હોય તે (એટલે કે લમસમ )રકમ ભરવા માટેની સૂચનાઓ મેસેજ દ્વારા આપવામાં આવેલી જેના પરિણામે ગ્રાહકોએ જુના બિલ મુજબની રકમ જ જમા કરાવી બીલ આવ્યા વગર માર્ચ અને એપ્રિલના લાઈટ બિલના નાણાં ભરેલા હાલમાં અનલોક દરમિયાન જીઈબી દ્વારા ચાર માસનું લાઈટ બિલ દરેક ગ્રાહકને આપવામાં આવેલું છે જે બિલોમાં સતત ચાર માસની યુનિટની ગણતરીથી સરવાળે ગ્રાહકોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે સરકાર દ્વારા લાઈટ બિલમાં રાહત આપવાની કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી તે ઉપરાંત ચાર માસના સળંગ યુનિટ થવાથી લઘુત્તમ વપરાશ ધરાવતા ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે જીઈબી દ્વારા લાઈટ બિલમાં માર્ચ અને એપ્રિલ માસમાં ગ્રાહકે ભરેલ રકમ બાદ કરવામાં આવેલ છે પરંતુ વાસ્તવિક રીતે રકમની જગ્યાએ તેટલા યુનિટ બાદ આપવાની જરૂરત જણાઈ રહી છે. પરંતુ જો યુનિટ બાદ આપવામાં આવે તો ગ્રાહકોને સીધો ફાયદો થાય જીઈબી દ્વારા પ્રથમ ૫૦ યુનિટમાં ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૫ પૈસા અને અન્ય વિસ્તારમાં ૩૦૫ પૈસા ત્યારબાદ ૧૦૦ યુનિટમાં અનુક્રમે ૩૧૦ પૈસા અને ૩૫૦ પૈસા, ઉપરાંત ૨૫૦થી વધારે વપરાશમાં ગ્રામ્ય વિસ્તારમાં ૪૯૦ પૈસા પ્રતિ યુનિટ અને શહેરી વિસ્તારમાં ૫૨૦ પૈસા પ્રતિયુનિટનો ભાવ વસૂલવામાં આવે છે. સતત ચાર માસ દરમિયાન મોટાભાગના ગ્રાહકોનો સરેરાશ વપરાશ ૨૫૦ યુનિટથી લઈ ૫૦૦ યુનિટ અને કેટલાક કિસ્સામાં ૮૦૦ યુનિટ સુધીનો થવા પામ્યો છે તેવા સંજોગોમાં ગ્રાહકોની પાસેથી સૌથી વધુ યુનિટ ના દર વસૂલવાનું લગભગ જોવા મળેલ છે લોક ડાઉન દરમિયાન જીઈબી કર્મચારી બિલ બનાવવા માટેનો આવે તો ગ્રાહકોને સહન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાયુ છે. આવા સંજોગોમાં ઘણા બધા ગ્રાહકોને મસમોટા લાઈટ બિલ આવવાના બનાવો પણ બનેલા છે ત્યારે એમજીવીસીએલ કંપની દ્વારા ગ્રાહકોને આ રીતે બીલો બનાવી લૂંટવાનો ઈજારો આપ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કાલોલના એક સિનિયર સિટિઝન દ્વારા મે માસમાં પોતાના મીટરનું રીડિંગ લઇને કાલોલની એમજીવીસીએલ સબ ડિવિઝનની ઓફિસમાં જઈને પોતાને બિલ બનાવી આપવાની માગણી કરેલી પરંતુ ફરજ પરના અધિકારીઓએ તમને એકલાને આવું બિલ બનાવી અપાય નહીં તેમ જણાવેલું ત્યારે તેવા સંજોગોમાં બમણા અને ત્રણ ગણા યુનિટોના પ્રતિ યુનિટ દરની ગણતરીમાં મહત્તમ દરની કિંમત ગ્રાહકોને ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે સરકારના નિયંત્રણ હેઠળની આ એમજીવીસીએલ કંપની માત્ર નફો કરશે કે ગ્રાહકોને પીડા સમજશે એ પ્રશ્ન અસ્થાને નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here