ગુજરાત ATS એ ઝડપેલા નકસલીઓ સતીપતિ સંપ્રદાયના લોકોને ઉશ્કેરવાનું બહાર આવતા સતીપતિ સંપ્રદાય ચર્ચાની એરણે

નર્મદા જિલ્લામાં વસતા સતીપતિ સંપ્રદાયનું નકસલી પ્રવૃતિ સાથે કોઈ સંપર્ક ખરુ ?

તાપી જીલ્લામાંથી બે અને દાહોદ ખાતેથી એક નકસલીને ઝડપી પાડતા ગુજરાતની તેમની મુલાકાત શંકાના દાયરામાં

માઓવાદી વિચારધારા ધરાવતા નકસલીઓનો શુ ગુજરાત સરકાર સામે ઉશ્કેરણી કરી સરકાર અસ્થિર કરવા આંદોલન કરવાનો હતો

ઝારખંડના નકસલીઓ સતીપતિ સંપ્રદાયના લોકોના સંપર્કમાં આવતા શુ છે સતીપતિ સંપ્રદાય ? ઉઠતા સવાલો

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

ગુજરાત ATS એ તાપી અને દાહોદ ખાતેથી ઝારખંડના પથથલગલી આંદોલન સાથે સંકળાયેલા ત્રણ નકસલવાદીઓને તા.25મી ના રોજ ઝડપી પાડયા છે. ગુજરાત સરકારને અસ્થિર કરવા તેઓ સરકાર સામે ઉશ્કેરણી કરી આંદોલન કરાવવા આવ્યા હોવાનું ATSની પ્રાથમિક તપાસમાં બહાર આવી રહયું છે.

સામુ ઓરેયા, બિરસા ઓરેયા અને બબીતા કછપને એ.ટી.એસ. એ ઝડપેલા છે. આમ ત્રણ શંકાસ્પદો ઝડપી પાડયા હતા તયારે તેમના પાસેથી લેપટોપ માઓવાદી પ્રવૃત્તિઓનુ સાહિત્ય વિગેરે મળી આવ્યા છે. ઝારખંડના આ શંકાશીલ નકસલવાદીઓ પોલીસને હાથ લાગતા સતીપતિ સંપ્રદાયનાના અનુયાયીઓ ચર્ચામાં આવ્યા છે.
સતીપતિ સંપ્રદાયના લોકોની શુ વિચારધારા છે ? સતીપતિ સંપ્રદાયના એટલે શુ ?? આજે આપણે એની ચર્ચા કરીયે.

ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં સતીપતિ સંપ્રદાયના લોકો વસાવાટ કરે છે. ગુજરાતમાં ઉમરગામથી અંબાજીના આદિવાસી બેલ્ટમાં કેટલાક આદિવાસીઓ આ સંપ્રદાયના અનુયાયીઓ છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ઝરવાણી સહિત આસપાસના કેટલાક ગામોના આદિવાસીઓ સતીપતિ સંપ્રદાય સાથે સંકળાયેલા છે.

સતીપતિ સંપ્રદાયના લોકો સતી એટલે માતા પતિ એટલે પિતા એજ તેમના માટે કુદરત અને કુદરત જ તેમના માટે માલિકએ વિચારધારા ને માનતા હોય છે. સતીપતિ સંપ્રદાયના લોકો કોઈ પણ ધર્મને માનતા નથી એટલે સુધી કે હિન્દુ ધર્મને પણ નહીં. તેઓ પોતાની જાતને જ દેશના ખરા માલિક ગણે છે, દેશ આઝાદ થયો ત્યારે કવિન વિકટોરીયાએ તેઓને જ દેશના ખરા માલિક બનાવેલ એવી તેમની દ્રઢ માન્યતાઓ છે, એટલે દેશના ખરા માલિક તેઓ જ છે એવુ દ્રઢ પણે માનવું છે.

સરકાર અને સરકાર ની વિચારધારા નો સતીપતિ સંપ્રદાયના લોકો કાયમ વિરોધ કરતા હોય છે, એટલે સુધી કે દેશ ની કરંસીને પણ માનતા નથી અને એ માટે પોતાના તર્ક આપતા હોય છે. બસમાં મુસાફરી કરતા હોય તો ટિકિટ પણ લેતા નથી ,રેશનકાર્ડ સુધ્ધામાં તેમના નામ રાખતા નથી , વોટર આઇ.ડી. પણ રાખતાં નથી એટલે સુધી કે મતદાન કરતા નથી અને જે કરતા હોય તેમને મતદાન માટે રોકતાં હોય છે. પોતાના વાહન ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખે છે એ માટે તર્ક એવો હોય છે કે તેઓ પોતે જ સરકાર છે.


નર્મદા જિલ્લામાં ઝરવાણી સહિત આસપાસના કેટલાક ગામોના આદિવાસીઓ સતીપતિ સંપ્રદાયની માન્યતાઓને અનુસરે છે.

નર્મદા જિલ્લાના તત્કાલિન કલેક્ટર મિલિન્દ તોરવણે હતા અને રાજપીપળાના એસ.ડી.એમ. તરીકે આયુષ ઓકે તે સમયે લોકસભાની ચૂંટણીઓ વખતે સતીપતિ સંપ્રદાયના લોકોને સમજાવવામાં આવ્યા હતાં અને સરકારી યોજનાઓનો લાભ લેવા, સહિત મતદાન કરવા માટે તેઓ સાથે મિટીંગો યોજી હતી.

જીવનશૈલી શિસ્તબધ્ધ રીતે જીવતા, ખુબજ વિવેક આદર દાખવતા સતીપતિ સંપ્રદાયના લોકોને સરકારી કાયદા કાનૂન જરાયે મંજુર નથી, તો શુ આ સમાજ માઓવાદી વિચારધારા ધરાવતા નકસલવાદીઓ સાથે ભળેલો છે , જરાય નહી નર્મદા જિલ્લામાં વસવાટ કરતો સતીપતિ સમાજ પૂરતી તો આ માન્યતા તદ્દન ખોટી જ પુરવાર થાય.

ભલે ઝારખંડના નકસલીઓ એ સતીપતિ સંપ્રદાયના લોકોનો સંપર્ક કર્યાનું પોલીસની તપાસમાં આવ્યુ છે પરંતુ નર્મદા જિલ્લાના સતીપતિ સંપ્રદાયના લોકો ભલે પોતાને ભારત સરકાર માનતાં હોય પરંતુ સરકાર વિરોધ કલાપી સાજીશ ન રચી શકે એવા વિવેક બુધ્ધિના માલિક તો છે જ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here