ભરૂચ – નર્મદા જિલ્લાના પનોતા પુત્ર રાજય સભા સાંસદ અહેમદ પટેલના જન્મદિવસની ઉજવણી

કોગ્રેસ સમિતિ દ્વારા માસ્ક, સેનેટાઇઝર, આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

મહિલા કોગ્રેસ દ્વારા નારી સંરક્ષણ ગૃહમાં નાસતા તથા ચોકલેટ સહિત થેલાનું વિતરણ કરાયું

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

આજ રોજ ભરૂચ – નર્મદા જિલ્લાના પનોતા પુત્ર અહેમદ પટેલનો જન્મદિવસ હોવાથી ભરૂચ જિલ્લા કોંગ્રેસે સમિતિ દ્વારા જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવીને જરુરીયાતમંદ લોકો વચ્ચે જઇને સામાજિક સેવા ભાવના થકી જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્ય સભા સાંસદ અહેમદ પટેલના જન્મ દિવસ નિમિત્તે ભરૂચ શહેર ખાતે માસ્ક, સેનેટાઇઝર, અને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ અને ભરૂચ કોગ્રેસ શહેર મહિલા સમિતિ દ્વારા ભરૂચ નારી સંરક્ષણ ગૃહમાં નાસ્તા, ચોકલેટ અને થેલાનું વિતરણ કરવામા આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં ભરૂચ શહેર મહિલા કોગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી, મધુબેન, ધૃતાં બેન રાવલ, જશુબેન પઢિયાર, મહેરુનિશા બેન તથા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલ સિંહ રણા, નાઝુ ભાઈ ફડવાળા, નારણ ભાઈ ઓડ, હેમુભાઈ, હસુભાઈ તથા કોંગ્રેસ પક્ષના કાર્યકર ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. કોગ્રેસ કાર્યકરોએ એક અલગ અંદાજમાં પોતાના નેતાના જન્મદિવસની ઉજવણી કરી આનંદ વ્યકત કર્યો હતો, આ ઉજવણીને સહુએ આવકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here