સૌરાષ્ટ્રમાં કોરોના હળવો થયા બાદ પણ લાખો કરોડોના ખર્ચે બનેલા પોલીસ મથકો ધૂળ ખાઈ રહ્યા છે એનું નામ વિકાસ…!

લાલપુર (જામનગર), હસનબાપુ :-

જામનગર જિલ્લાના લાલપુરમાં લાખોના ખર્ચે બનેલું પોલીસ મથક છેલ્લા દોઢ વર્ષથી સરકારની તિજોરીને ખોટ આપતું હોય એમ ભાડાની બિલ્ડિંગમાં ચાલે છે

સૌરાષ્ટ્રમાં મોટાભાગે કોરોના હળવો થયો હોય તેમ મોટાભાગના નાના મોટા કાર્યક્રમો ચાલી રહ્યા છે તેવા સમયે જામનગર જિલ્લામાં લાખો-ના ખર્ચે બનેલા નવા પોલીસ સ્ટેશનમાં આજની તારીખે જાણે અલીગઢ થી તાળું લટકતું હોય તેમ ધૂળની ડમરીઓ પોલીસ સ્ટેશન ખાઈ રહ્યું છે એક તરફ વિકાસની વાતો નેતાઓ દ્વારા કરાઈ રહી છે તો બીજી તરફ જાણે આયોજનનો અભાવ હોય તેમ જામનગર જિલ્લાના લાલપુર ખાતે બનેલા નવા પોલીસ સ્ટેશન બની ગયા બાદ પણ ભાડાની બિલ્ડિંગમાં ચાલતું હોય જેથી સરકાર ની તેજુરી માં ખાટલે મોટી ખોટ થઈ રહી હોય તો નવાઈ નહીં છેલ્લા દોઢેક વર્ષથી જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તસવીરમાં નવું બનેલું પોલીસ સ્ટેશન નજરે પડે છે પણ વિકાસની વાતો કરનાર નેતાઓ અને વિરોધ પક્ષના નેતાઓ વિધાનસભા 2022 ની ચૂંટણી અંતર્ગત સત્તા પ્રાપ્ત કરવાના પ્રયાસમાં પ્રજાહિત કાર્યથી નિષ્ફળ રહ્યા હોય તેમ લાખોના ખર્ચે બનેલા પોલીસ સ્ટેશન પણ ધૂળ ખાતા થઈ ગયા છે નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here