સુરત શહેર ડી.સી.પી. ઝોન-04 ના નેતૃત્વમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારના બાપુનગર અને સુભાષનગર વિસ્તારમાં વહેલી સવારે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું

સુરત, દિપ મહેતા :-

સુરત શહેર પોલીસ દ્વારા આજે ડી.સી.પી. ઝોન-04 ના નેતૃત્વમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારના બાપુનગર અને સુભાષનગર વિસ્તારમાં વહેલી સવારના કલાક 5-00 થી ક. 9.00 સુધી કોમ્બિંગ કરવામાં આવેલ હતું.
આ કોમ્બિંગ માં DCP શ્રી હર્ષદ મહેતા ACP શ્રી દિપ વકીલ તથા રાંદેર પોસ્ટે ના પી.આઇ શ્રી આર.એલ.ચૌધરી સાથે કુલ 03 Pl , 15 PSI તથા 135 પોલીસ જવાનો તમામ મળીને 150 થી વધુ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

જેમાં પોલીસ ચોપડે ચડેલા કુલ 172થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવેલ હતા.જેમાં હિસ્ટ્રીશીટર, બૂટલેગર્સ, ચેઈન સ્નેચર્સ, તડીપાર, એમ.સી.આર.’ ટપોરી તથા શરીર સંબંધિત આરોપીઓ હતાં જેમાંથી કુલ 48 ઇસમો વિરૂદ્ધ અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લઈ શકે તેવા શંકાસ્પદ તથા નંબર પ્લેટ વગરના 40 થી વધુ વાહન લાવી કાયદા મુજબની કામગીરી કરવામાં આવેલ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ અમરોલી વિસ્તારના કોસાડ વિસ્તારમાં 59 આરોપીઓ વિરૂદ્ધ તથા 49 શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરના વાહનો પણ કબજે કરવામાં આવેલ હતા.

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કમિશ્નરશ્રી અજ્ય તોમર તથા અધિક પોલસ કમિ.શ્રી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં કોમ્બિંગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટેના પ્રયાસોમાં ડી.સી.પી. ઝોન-4 શ્રી હર્ષદ મહેતાના નેતૃત્વમાં આજરોજ તા.15 મી મે ના રોજ વહેલી સવારથી કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here