સુરત શહેરના વરાછા પોલીસ મથકની હદમાં ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબ દ્વારા દરોડા…

સુરત, દિપ મહેતા :-

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબની ટીમને બાતમી હકિકત મળેલ કે, “સુરત શહેર, વરાછા ખાતે આવેલ ,લાભેશ્વર સોસાયટી, વિજય ફેશનની સામે ગલીમાં કલ્પેશભાઇ ઉર્ફે કે.કે. ઉર્ફે બટકો તથા સંજયભાઇ ભીખાભાઇ વસાવાનાઓ ભેગા પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં પોતાના મળતીયા માણસો રાખી દેશી દારૂની કોથળીઓનું વેચાણ કરી-કરાવે છે.” તે માહિતી આધારે તા.૨૦/૦૩/૨૦૨૩ના રોજ રેઈડ કરી,ભારતીય બનાવટનો વિદેશીદારુ/દેશીદારુ કુલ કિં.રૂ.૧૫,૫૦૦/-તથા અન્ય મળી કુલ રૂપિયા ૩૪,૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૧૧ આરોપીઓ તથા વોન્ટેડ ૦૨ આરોપીઓ વિરુધ્ધ સુરત શહેરના વરાછા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here