સુરત શહેરના કતારગામમાં બેફામ બનેલા નશાના કારોબારીઓ વિરુદ્ધ ગૃહ વિભાગમાં હર્ષભાઇ સંઘવીને રજુઆત….

સુરત, દિપ મહેતા :-

દ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગાંધીના ગુજરાતને નશાનો હબ બનાવવા બિલાડીની ટોપની જેમ ઊગી પડેલા બુટલેગરો બેફામ બની રહ્યા છે, દેશની ચોથી જાગીર કહેવાતા પત્રકારત્વના માધ્યમો અનેક વખતે નશા વિરુદ્ધ સમાચારો લખી બુટલેગરોને ખુલ્લા પાડતા હોય છે પરંતુ પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજી બેઠેલા કેટલાય બુટલેગરોને આવા સમાચારોની કોઈ બીક કે અસર રહેતી નથી..
સૌથી વધુ સુરત શહેરમાં સ્થાનિક પોલીસ સહિત રાજ્યની વિજિલન્સ ટીમ અનેક વખતે આવા નશાના કારોબારી બુટલેગરોના અડ્ડા પર રેડ કરતી હોય છે તેમછતાં નશાના આ સોદાગરો રાતોરાત માલેતુજજાર બની જવા યુવા પેઢીને બરબાદ કરવાના અવનવી યુક્તિઓ થકી નશાનો કારોબાર કરતા રહે છે.

સુરત શહેરના કતારગામ પોલીસ મથકની હદમાં બેફામ બનેલા બુટલેગરો પોતાનો ગેરકાયદેસર વ્યવસાય ધમધમાવી રહ્યા છે. કતારગામ વિસ્તારમાં દેશી તથા ઇંગ્લિશ દારૂના વ્યવસાય ધમધમી રહ્યા છે. હાલ ભારતનું ભવિષ્ય કહેવાતું એવો યુવા વર્ગ નશાના રવાડે ચડી રહ્યો છે.. જેને ધ્યાનમાં લઈ શહેરના એક સભ્ય નાગરીક દ્વારા હર્ષભાઇ સંઘવી સાહેબ મા.રા.ક. મંત્રી શ્રી, ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય સરકારમાં લેખિત રજુઆત કરવામાં આવી છે.. હવે જોવું રહ્યું કે સુરત શહેરમાં ચેપી રોગની જેમ પ્રસરાઈ રહેલો નશાનો કારોબાર બંધ થશે કે પછી “કહેતા ભીં દિવાના ઔર સુનતા ભી દિવાના” જેવી વાક્ય રચના સાચી પડે છે…!!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here