સિધ્ધપુર તાલુકાના કેટલાક ગામોમાં મોટું ધર્મ પરિવર્તન સામે આવતા ચકચાર…

સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના મતવિસ્તાર એવા.. સહેસા,વાધણા, કાકોશી,મેત્રાણા અને સેદ્રાણા ગામનાં અનુસુચિત જાતિના પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરતાં હિન્દુ સમાજમા ચકચાર..

સિધ્ધપુર તાલુકાના સહેસા, વાધણા,કાકોશી,મેત્રાણા,
સેદ્રાણા ગામના લોકોએ ધર્મ પરિવર્તન કરતા સિધ્ધપુર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ધર્મ પરિવર્તન કરનારા પરિવારના સભ્યો ને નિવેદન માટે આજરોજ કલેકટર કચેરી ખાતે બોલાવાયા હતા.જ્યાં અનુસુચિત જાતિ પરિવાર ના સભ્યોએ સ્વૈચ્છાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હોવાનું કલેકટર સમક્ષ જણાવ્યું હતું.પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકા ના કેટલાક ગામોનાં અનુસૂચિત સમાજનાં કેટલાક પરિવારોએ સામૂહિક ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરતાં આવા પરિવારના લોકોને કોઈ ધાક-ધમકી કે લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું તો નથી ને તે જાણવા માટે ધર્મ પરિવર્તન કરનારા પૈકીના ૭૦ થી ૮૦ લોકોને શુક્રવાર ના રોજ જિલ્લા કલેકટરે રૂબરૂ બોલાવી ધર્મ પરિવર્તન મામલે તેઓના નિવેદન લેવામાં આવ્યા હતા.આ બાબતે જાણવા મળતી હકીકત મુજબ સિધ્ધપુર પંથકના કેટલાક ગામોનાં અનુસૂચિત જાતિ પરિવારના લોકોએ પોતાની સ્વૈચ્છાએ હિન્દુ ધર્મથી નાતો તોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા હિન્દુ સમાજમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
સિદ્ધપુર તાલુકાનાં સહેંસા,વાઘણાં,કાકોસી,
મેત્રાણા અને સેદ્રાણા ગામનાં અનુસુચિત જાતિ પરિવારના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની બાબતને ધ્યાનમાં રાખીને આવા પરિવાર ના ૭૦ થી ૮૦ લોકોને પાટણ જિલ્લા કલેકટરે શુક્રવારે પોતાના ધર્મ પરિવર્તન કરવા પાછળ ના નિવેદન માટે રૂબરૂ કલેકટર કચેરી ખાતે બોલાવતા બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર અનુસુચિત જાતિ પરિવાર ના વડીલો,માતાઓ, બાળકો અને યુવાનો મળી ૭૦ થી ૮૦ લોકોએ કલેકટર સમક્ષ પોતાના નિવેદનો આપ્યા હતા,અને પોતાની સ્વેચ્છાએ તેઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હોવાનું જણાવ્યું હતું.આ બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર સિધ્ધપુર પંથકના ઉપરોક્ત ગામોમાં આજદિન સુધી અનુસૂચિત સમાજનો વરઘોડો ચડ્યો ન હોવાનું જણાવી ધર્મ પરિવર્તન કરનાર વિનોદભાઈ પરમારે જણાવ્યું હતું કે સમાનતા નો હક બૌદ્ધ ધર્મમાં મળતો હોવાથી અમોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.દેશમાં એક બાજુ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત છે જ્યારે બીજી બાજુ હિન્દુ સમાજ માંજ સમાનતાની માંગ સાથે લોકો હિન્દુ ધર્મ છોડી રહ્યા છે તે એક ચિંતા તેમજ ચિંતન નો વિષય બની જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here