સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર ૫ માં પીવાની પાઇપલાઇન માથી માનવ મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી

સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૫ માં પીવાની પાઇપલાઇન માથી માનવ મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી જવા પામી હતી
સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ના વિસ્તારમાં છેલ્લાં પાંચેક દિવસથી સ્થાનિકો પીવાનું પાણી ડોહળુ તેમજ દુર્ગંધ મારતું મળતું હોવાથી પરેશાન હતા. જેથી આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ ઠાકર તેમજ ચિરાગભાઈ શુક્લા એ આ સમસ્યાનું નિરાકરણ લાવવા નગરપાલિકા માં રજૂઆત કરતા પાલિકા પ્રમુખ કૃપાબેં ઠાકરે આબાબતે ગંભીરતા દાખવી તરતજ તંત્રને વોર્ડના ઉપલીશેરી ના મહાઢમાં પાણીની લાઈન ચેક કરવા પાઇપલાઇન ખોદતાં ઐતિહાસિક શ્રીઆશાપુરા માતાજીના મંદિર પાસેની પાઇપલાઇન ચોકપ થઈ હોવાની જાણ થતાં ત્યાં ખોદ કામ કરતા પીવાની પાઇપ લાઇન ખોદતા અસહાય દુર્ગંધ મારતા બધા જ ચકીત રહી ગયા હતા આ પીવાની પાણીની લાઈનમાંથી માનવ મૃત દેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી આ વાત વાયુ વેગે શહેરમાં પ્રસરતા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા જેથી નગરપાલિકાના પ્રમુખ, સીઓ સહિત પ્રશાસન તેમજ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી બાદમાં આ જગ્યાને કોર્ડન કરી લોખંડની પાઈપ લાઈન કાપી સડી ગયેલી માનવ મૃતદેહ બહાર કાઢવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે સિધ્ધપુર શહેરમાં વોર્ડ નંબર પાંચના વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ગંદુ તેમજ દુર્ગંધ મારતું પીવાનું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઇ આ વિસ્તારના લોકપ્રિય કોર્પોરેટર ચિરાગભાઈ શુક્લા તેમજ ધર્મેન્દ્રભાઈ ઠાકરે નગરાલિકાને જાણ કરતા પાલિકા દ્વારા તે વિસ્તારની પાઇપ લાઇન ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્થળોની પાઇપ લાઇન ખોદવામાં આવી હતી. તે દરમિયાન ઉપલિશેરી ના મહાઢ સ્થિત ઐતિહાસિક શ્રીઆશાપુરી માતાજી ના મંદિર પાસેની પાઇપ લાઇન નું ખોદકામ કામગીરી દરમિયાન પાઈપ લાઈનમાં ફસાઈ ગયેલી માનવ મૃતદેહ મળી આવતા કર્મચારીઓ સહિત સ્થાનિકો ચોંકી ઉઠ્યા હતા. બાબતની જાણકારી મળતા જ નગરપાલિકાના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પાઈપલાઈન કાપીને મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. જેમાં મૃતદેહનું ધડ તેમજ હાથ વાળી સડી ગયેલી છાતીના ઉપરના ભાગ વાળી માનવ બોડી મળી હતી પણ મૃતદેહનો માથા અને પગનો ભાગ મળ્યો ન હતો, આખરે પીવાના પાણીની પાઇપ લાઈનમાંથી મળેલા માનવ અવશેષોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here