સમાજના નબળા તથા સીમાંત વર્ગોને ધ્યાનમાં રાખીને વેબીનાર દ્વારા નાલસાના કાર્યકારી અધ્યક્ષ જસ્ટીસ એન.વી. રમના, ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટએ પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપ્યું

ગોધરા,(પંચમહાલ)
કલમ કી સરકાર : સાજીદ શેખ

સમાજના નબળા તથા સીમાંત વર્ગોને ધ્યાનમાં રાખીને વેબીનાર દ્વારા તારીખ ૦૪ જૂન ર૦ર૦, ગુરુવારના રોજ નાલ્સા દ્વારા ‘હેન્ડબુક ઓફ ફોર્મેટ્સ: એન્સ્યોરીંગઇફેક્ટીવ લીગલ સર્વીસીસસર્વીસીસ’નું પ્રકાશન. નાલસાના કાર્યકારી અધ્યક્ષ જસ્ટીસ એન.વી. રમના, ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપવામાં આવ્યું.

જૂન ૪, ૨૦૨૦ નામદાર જસ્ટીસ એન.વી.રમના, કારોબારી અધ્યક્ષ નેશનલ લીગલ સર્વીસીસ ઓથીરીટી (નાલસા) દ્વારા આજરોજ રાજ્ય કાનુની સેવા સત્તા મંડળોના કારોબારી અધ્યક્ષશ્રીઓ, હાઇકોર્ટ લીગલ સર્વીસીસ કમીટીઝના અધ્યક્ષશ્રીઓ, રાજય કાનૂની સેવા સત્તા મંડળોના સભ્ય સચિવશ્રીઓ તથા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રીઓ તથા સચિવશ્રીઓની હાજરીમાં વેબીનાર દ્વારા ‘હેન્ડબુક ઓફ ફોર્મેટ્સ: એન્સ્યોરીંગ ઇફેકટીવ લીગલ સર્વીસીસસર્વીસીસ’ પ્રકાશીત કરવામાં આવેલ છે.

તેઓના વક્તવ્યમાં જસ્ટીસ રમનાએ નીચેના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો :

“દુર્ભાગ્યવશ, ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, પરિસ્થિતિ હજી નિયંત્રણમાં નથી. લોકડાઉનને પગલે હજારો લોકોએ પોતાનો જીવ અને આજીવિકા ગુમાવી દીધી છે, મોટા પાયે સ્થળાંતર થયું છે. લોલોકડાઉનમાં કુટુંબમાં માનસિક સમસ્યાઓ અને હિંસા સર્જાઈ છે. મહિલાઓને વધુ કામનો બોજો આવેલ છે; બાળકો શાળાઓમાં જઈ શકેલ નથી. તે ઉપરાંત, ઘરેથી કામ કરવાની પણ અસર કૌટુંબિક જીવન પર પડી છે.

પરંતુ હવે આપણે અવરોધ સાથે કામ કરવું પડશે. નીચેની નીચેની અદાલતોએ હજી કામગીરી શરૂ કરી નથી. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કામ કરી રહી છે. પરંતુ તે છતાં, કાનૂની સેવા સત્તામંડળો દ્વારા નવીનતમ તકનીકોને અપનાવીને પ્રવર્તિત રોગચાળા દરમિયાન જબરદસ્ત પ્રવૃત્તિઓ કરી છે.

અમારા ધ્યાનમાં આવતા કટોકટીવાળા ક્ષેત્રોમાં એક એ છે કે પરિવારમાં જ હિંસા વધી રહી છે. બાળકો સાથેના દુર્વ્યવહારના દાખલાઓની સંખ્યામાં પણ આપણે વધારો જોયો છે. આવા સમય દરમિયાન, જ્યારે પીડિત લોકો આપણા સુધી પહોંચી શકતા નથી, ત્યારે આપણે તેમના સુધી પહોંચવું જરૂરી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને આપણે વન સ્ટોપ સેન્ટર્સ (ઓએસસી) ની સ્થાપના કરી છે. દરેક જિલ્લામાં સ્ત્રી પેનલ વકીલોની ટેલિસર્વિસિસ દ્વારા કાયદાકીય સહાયતા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અન્ય બાબતોમાં ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ અરજીઓ કરવામાં આવી છે.

દેશભરની કાનૂની સેવા સત્તામંડળો માટે બીજું ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત જેલોમાં ભરાવો ઘટાડવાની ખાતરી કરવી તે હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ, એસએલએસ દ્વારા આ રોગચાળા દરમિયાન, મુકત થવા પાત્ર કેદીઓને ઓળખવા તથા તે માટેની જરુરી ઔપચારીકતાઓ પૂર્ણ કરવા માટે હાઈ પાવર સમિતિઓને સક્રિયપણે મદદ કરી છે.

તે પણ એટલું જ જરૂરી છે કે કાનૂની સહાયતા પ્રદાતાઓ તેમના દ્વારા કરાયેલ કામગીરીઓનુ દસ્તાવેજીકરણ અને જાણ કરવામાં સક્ષમ બને કે જે વિવિધ નાલસા યોજનાઓ અને માળખાઓને અસરકારક બનાવવા માટે જરૂરી છે. આ હેન્ડબુક તે ફોર્મેટ્સના ઉપયોગમાં માનકતા લાવવા અને એકરૂપતા લાવવાની દિશામાં પ્રથમ નિર્ણાયક પગલું છે. આ હેન્ડબુક માનવ સંસાધનોના સંચાલન માટે એક અસરકારક સાધન છે અને ભવિષ્યમાં બધા માટે ન્યાયની અનુભૂતિ કરવામાં એક નાનું પણ મહત્વનું પગલું સાબિત થશે.

આ રોગચાળાએ આપણી સમક્ષ અનેક કટોકટીપૂર્ણ મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે. સૌથી મુખ્ય તે વિપરીત સ્થળાંતર છે. મોટા પ્રમાણમાં વિપરીત સ્થળાંતર હંમેશાં ગરીબી, અસમાનતા અને ભેદભાવમાં વધારો કરે છે. આ રોગચાળાને કારણે મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકના અધિકારોને પણ અસર થઈ છે. આ માટે સતત અને લક્ષ્ય લક્ષી એક્શન પ્લાન જરુરી છે, જેને આપણે બધાએ સાથે મળીને તૈયાર કરવો પડશે. ભાવિ પડકારજનક થવા જઈ રહ્યું છે- ચાલો તે માટે પ્રતિબદ્ધ રહીએ. ‘

વધુમાં, તેમણે એમ પણ જણાવ્યુ કે, કાનૂની સેવાઓ સંસ્થાઓની સહાયથી ૫૮,૭૯૭ કાચા કામના કેદીઓને અને ૨૦,૯૭૨ દોષિત કેદીઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે અને રિમાન્ડના તબક્કે ૯,૫૫૮ લોકોને કાનૂની પ્રતિનિધિત્વ પુરુ પાડવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસાના ૧,૫૫૯ કેસોમાં, ૧૬,૩૯૧ દોષિત કેદીઓ, ૧૮૮૨ મજુરો તથા ૩૧૦ ભાડુઆતોને પણ કાનૂની સહાય પણ પૂરી પાડવામાં આવી છે; તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે ટોલ ફ્રી નેશનલ લીગલ હેલ્પલાઈન ૧૫૧૦૦ સંપૂર્ણ રીતે કાર્યરત રહે કે જેથી ન્યાયની જરૂરિયાતવાળા કોઈ પણ વ્યક્તિ વંચિત રહી ન જાય. કાનૂની સેવા સત્તામંડળો દ્વારા વિવિધ રાજ્યોમાં સેંકડો વેબિનાર્સનું આયોજન કર્યું છે અને પહોંચને વધારવા માટે સોશિયલ મીડિયા, કમ્યુનિટિ રેડિયો સ્ટેશન, સ્થાનિક કેબલ ટેલિવિઝન ચેનલો અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ જેવા ખર્ચ અસરકારક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે.

તેમણે શ્રોતાઓને અંતે સલાહ આપી કે “આ પડકારજનક સમય તમને લકવાગ્રસ્ત ન કરી દે, તમામ કાળી રાતોની જેમ આ પણ પસાર થઈ જશે …”

આ ઓનલાઈન પ્રકાશન કાર્યક્રમમાં નાલસાના સભ્ય સચિવ શ્રી અશોકકુમાર જૈન દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. આ પ્રસંગે નાલસાના ભૂતપૂર્વ સભ્ય સચિવ શ્રી આલોક અગ્રવાલ અને નાલસાના નિયામક શ્રી સુનિલ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાનૂની સેવા પ્રવૃત્તિઓના સંચાલન માટેના એક અસરકારક સાધન તરીકે બધા માનનીય અતિથિઓએ હેન્ડબુકના મહત્વને પુનરાવર્તિત કર્યું, અને ભવિષ્યમાં કાનૂની સેવાઓ પ્રદાન કરવા માટે જરૂરી સંગઠનાત્મક પ્રણાલીઓને સુધારવામાં મહત્વપૂર્ણ પગલા તરીકે સાબિત થશે એમ જણાવ્યુ.

શ્રી અશોકકુમાર જૈને તેમના સ્વાગત પ્રવચનમાં ગુણવત્તાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે, પરિણામ કરતાં પ્રક્રિયાઓ વધુ અગત્યની છે. ગુણવત્તાસભર પ્રક્રિયાઓ માત્ર પરિણામોને સુધારવામાં પરિણમી નથી, પરંતુ તે કાયમી પરિણામને અસર કરે છે. આ નાલસા હેન્ડબુકનું તે જ લક્ષ્ય છે. સંચાલકીય માળખામાં સુધારો થશે તે અપેક્ષિત છે, અને દેશભરમાં દૈનિક કામગીરીના મૂળભૂત કાર્યમાં સુસંગતતા લાવશે. તે પેનલ વકીલો અને પીએલવી માટે તેઓની ભુમિકા અંગે માર્ગદર્શિકા બનશે.

ઓનલાઈન પ્રકાશન દરમિયાન સીએચઆરઆઈ ખાતેના જેલ રિફોર્મ્સના પ્રોગ્રામ હેડ, શ્રીમતી મધુરિમા ધનુકા દ્વારા હેન્ડબુકની ટુંકી માહીતી આપવામાં આવી હતી, જ્યાં તેમણે ગુણવત્તા તે કાનૂની સેવાઓની મહત્વપૂર્ણ લાક્ષણિકતા હોવા પર ભાર મૂક્યો હતો. “ગુણવત્તા પ્રાપ્ત કરવાની એક મહત્વપૂર્ણ બાબત એ છે કે હાલમાં જે પ્રક્રિયાના માપદંડો છે તે સિસ્ટમમાં પ્રવેશના પ્રથમ તબક્કેથી કાનૂની સહાય પ્રદાતાઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને સુનિશ્ચિત કરતા હોય તે છે.”

કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ (સીએચઆરઆઈ) ના સહયોગથી તૈયાર થયેલ, હેન્ડબુક એ નાલસા દ્વારા દેશભરના કાનૂની સેવા સત્તામંડળો દ્વારા દસ્તાવેજીકરણ અને અહેવાલની કામગીરીને મજબૂત કરીને કાનૂની સેવાઓની ગુણવત્તામાં સુધારણા કરવા માટેની અગ્રતા તરફ એક પગલું છે. વર્ષ 2020 માં, નાલસા સીમાંત અને નબળા વર્ગ માટે પૂરી પાડવામાં આવતી કાનૂની સેવાઓમાં વધારો કરવા માટે કેન્દ્રિત છે. જે દરેક વ્યક્તિને અસરકારક કાનૂની પ્રતિનિધિત્વ મળવાના અધિકાર અને ભારતના બંધારણના અનુચ્છેદ ૩૯એ હેઠળ જે લોકો સક્ષમ નથી તે લોકોને મફત કાનૂની સહાય પૂરી પાડવાની રાજય સરકારની ફરજ અંગેની ખાતરી કરવા ઉપરાંત છે.

સીએચઆરઆઈના સહયોગથી નાલસા દ્વારા તૈયાર કરાયેલ હેન્ડબુકમાં બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં કાનૂની સહાયતા પ્રદાતાઓ એટલે કે પેનલ વકીલો, રીટેનર વકીલો, રિમાન્ડ વકીલો, જેલની મુલાકાત લેનારા વકીલો અને પોલીસ મથકો સાથે જોડાયેલા વકીલો અને સમુદાય અને દોષિત પેરાલિગલ સ્વયંસેવકો માટેનાં ફોર્મેટ્સ સામેલ છે. બીજા ભાગમાં કાનૂની સેવા સત્તામંડળો માટેના ફોર્મેટ્સનો સમાવેશ છે જેમાં ફ્રન્ટ ઓફીસ માટે રજિસ્ટર, હાજરી રજિસ્ટર, ક્લિનિક્સ અને મોનિટરિંગ અને મેન્ટરીંગ કમીટીઓનો સમાવેશ થાય છે. આ હેન્ડબુકમાં એવા ફોર્મેટ્સ છે કે જે ડેટા સંગ્રહને વધારે છે, કે જે નાલ્સાનાલસાને ડેટામાંથી નીકળતા વલણો અને પેટર્નનું વિશ્લેષણ કરવા માટે સક્ષમ કરશે, અને સૂક્ષ્મ સ્તરે મુદ્દાઓની ઓળખ કરવામાં સક્ષમ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here