શહેરા : MGVCL કચેરીના જુનીયર ક્લાર્કનો રીપોર્ટ કોરોના પોઝિટીવ…હાલ પોતાના વતન મહેસાણા ખાતે સારવાર હેઠળ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા નગરમાં આવેલ એમ.જી.વી.સી.એલ કચેરી ખાતે જુનિયર ક્લાર્કનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેના વતન મહેસાણા ખાતે સારવાર હેઠળ છે. જ્યારે વીજ કચેરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વીજ કર્મીઓની મેડિકલ તપાસ સાથે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી..

શહેરા તાલુકાની મુખ્ય એમજીવીસીએલ ની કચેરી ખાતે મોટી સંખ્યામાં ડેપ્યુટી ઇજનેર સહિતનો સ્ટાફ ફરજ બજાવતા હોય છે. જ્યારે અહીં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા તુષાર પટેલનો કોરોનાનો રિપોર્ટ મહેસાણા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં પોઝિટીવ આવ્યો છે. જેને લઇને આરોગ્ય વિભાગની ટીમે વીજ કચેરી ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સાથે અહીં ફરજ બજાવતા તમામ સ્ટાફની મેડિકલ તપાસ કરી હતી. જ્યારે પાલિકા દ્વારા વીજ કચેરીને સેનેટાઈઝ કરવામાં આવી હતી. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે તાલુકા મથક ખાતે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન થતું જોવા મળતા સંબંધિત તંત્ર હવે એક્શનમા આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here