શહેરા તાલુકાના ડેમલી ગામે તળાવની પાળે શ્રાવણીયો જુગાર રમતા ૪ જુગારીયાઓ ઝડપાયા, રાત્રીના અંધકારનો લાભ લઈ ૫ જેટલા જુગારીયાઓ ભાગી છૂટવામાં સફળ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા પોલીસે સ્થળ પરથી અને જુગારીયાઓ ની અંગઝડતી કરતા ૧૨ હજાર ૫૦૦ રોકડ સાથે જ ૧૧ મોટર સાઈકલ અને ચાર ચક્રી વાહન મળી કુલ ૪ લાખ ૪૨ હજાર ૫૦૦ નો મુદ્દામાલ કબજે લીધો.
એચ.સી.રાઠવા શહેરા પી.આઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરા તાલુકાના ડેમલી ગામમાં આવેલા તળાવની પાળે કેટલાક ઈસમો જાહેરમાં શ્રાવણીયા પાનાં પત્તાં નો હારજીતનો જુગાર રમી રહ્યા છે,આથી તેઓની સૂચના આધારે પો.સ.ઈ ડી.એમ.મછાર તેમજ પોલીસ સ્ટાફના અન્ય પોલીસ કર્મીઓ બાતમીવાળી જગ્યાએ પહોંચી જઈ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને ત્યારબાદ રેડ કરતા પોલીસની રેડ જોઈ શ્રાવણીયો જુગાર રમતા ખેલૈયાઓમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.આ નાસભાગમાં ૪ જેટલા જુગારીયાઓ પોલીસના હાથે ચડયા હતા જ્યારે કે ૫ જેટલા જુગારીયાઓ રાત્રીના અંધકાર ના આશીર્વાદે ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.પોલીસે જુગાર ના સ્થળ પરથી અને પકડાયેલા જુગારીયાઓ ની અંગઝડતી કરતા રોકડ ૧૨ હજાર ૫૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ૧૧ મોટર સાઈકલ, ચાર ચક્રી વાહન કી. રૂ. ૪લાખ ૨૦ હજાર અને મોબાઈલ કી. રૂ. ૧૦ હજાર મળી કુલ કી. રૂ. ૪ લાખ ૪૨ હજાર ૫૦૦નો મુદામાલ કબજે કર્યો હતો રેડ દરમિયાન પકડાયેલા જુગારીયાઓને તેઓના નામ ઠામ પૂછતાં (૧) સંતોષ અરવિંદ પટેલ (૨) સંજય પ્રભાતભાઈ પટેલ (૩) મહેન્દ્ર રંગીતભાઈ પટેલ (૪) સુનિલ દિનેશભાઈ પરમાર તમામ રહે ડેમલી તા.શહેરા હોવાનું જણાવ્યું હતું જ્યારે કે ભાગી છૂટેલા જુગારીયાઓનું પૂછતાં (૧) પ્રકાશ મહરન્દ્રભાઈ પરમાર (૨) પ્રકાશ કરશનભાઈ વણકર (૩) ગોપાલ રંગીતભાઈ પગી (૪) વિજય અદેસિંહ પટેલ તમામ રહે ડેમલી તા.શહેરા અને (૫) કમલેશ ભાઈલાલભાઈ ભોઈ રહે ભૂરાવાવ ચોકડી પાસે ગોધરા હાલ રહે ડેમલી તા.શહેરા ( તળાવ ભાડે રાખનાર )હોવાનું જણાવ્યું હતું.શહેરા પોલીસે જુગારધારાની કલમ હેઠળ પકડાયેલા જુગારીયાઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે કે ભાગી છૂટેલા અન્ય જુગારીયાઓ ને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here