વેજલપુર ગામના દબાણોના પ્રશ્ને વારંવાર રજૂઆતથી કંટાળીને અગ્રણી નાગરીકની આત્મ વિલોપનની અરજી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર ગામના અતુલભાઇ કનૈયાલાલ સોની દ્વારા વર્ષ ૨૦૦૯ થી વેજલપુર ગામના પીડબ્લ્યુડી ઓફીસ, પોલીસ સ્ટેશન અનેપોસ્ટ ઓફીસ તથા ફોરેસ્ટ ઓફિસનાં માર્ગ પર દબાણો બાબતે કાલોલ ખાતે મામલતદાર કચેરીમાં અને સ્વાગત કાર્યક્રમમાં રજૂઆતો કરવામાં આવી હતી ગ્રામ પંચાયત ખાતે વારંવાર રજૂઆત છતાં પણ કોઇ યોગ્ય કાર્યવાહી નહી થતા અને માત્ર માપણી કરી દેખાવ પુરતા દબાણો દૂર કરાયા હતા અને ત્યારબાદ પતરા ની કેબિનો પણ મુકવામાં આવી હતી ત્યારે પણ કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરી હતી.જીલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમમાં ૨૦૧૩ માં વવરજુઆત કરી ત્યારે દબાણો દુર કર્યાં હોવાનો ખોટો રીપોર્ટ કરવામા આવેલ આ બાબતે નામ. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ દાખલ કરવામાં આવી હતી અને આ રિટ માં ૭૫% દબાણો દુર કર્યાં હોવાનો દાવો કરી બાકીના દબાણો ૭ દીન માં દુર કરવાની ખાત્રી આપી હતી. હાલમાં વેજલપુર ખાતે મુખ્ય માર્ગ પર ૭૦ જેટલા કેબીનો મુકાઈ ગયા છે જેમાં દબાણકર્તાઓ સામે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ કરવાની માંગ પણ અતુલભાઈ સોની દ્વારા કરવામાં આવી છે અને અતુલભાઈ સોની દ્વારા લેખીત અરજી કરી છેલ્લા બાર વર્ષ થી રજૂઆત છતાં કોઇ કાર્યવાહી ન કરાતા આ દબાણો અંગે મુખ્ય મંત્રી નાં કાર્યાલય ખાતે આત્મ વિલોપન કરવા અને આત્મ વિલોપન ની તારીખ હવે પછી જાહેર કરવાની મુખ્યમંત્રી સહીત વિકાસ કીમશનર, મહેસૂલ મંત્રી, માર્ગ મકાન વિભાગ, જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ વેજલપુર તથા ફોરેસ્ટ વિભાગ અને પીએસઆઈ વેજલપુર ને નકલો મોકલી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here