લોકસભાની ચુંટણી લડવા નર્મદા જીલ્લામાં કેજરીવની આમ આદમી પાર્ટીની ગતિવિધિઓ તેજ બની

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભરૂચ લોકસભા મા સમાવિષ્ટ સાગબારા અને દેડિયાપાડા ખાતે કાર્યકરો ની મીટીંગો નો દોર શરુ

સંગઠન ને મજબુત બનાવવા જીલ્લા તાલુકા ના હોદ્દેદારો ને વિશિષ્ટ કામગીરીઓ સોંપાશે – જીલ્લા પ્રમુખ નિરંજન વસાવા

રાજ્ય વિધાનસભા ની ચુંટણી માં આદિવાસી પછાત વિસ્તાર એવા નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ને પરાજીત કરી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવતાં, આમ આદમી પાર્ટી હવે આદીવાસી વિસ્તારો માં પોતાની પકડ મજબૂત બનાવવા માટે કવાયદ હાથ ધરી રહી છે. લોકસભા ની ચૂંટણીઓ આગામી 2024 નાં વર્ષ મા યોજાનાર હોય ને આમ આદમી પાર્ટી પોતાના બુથ લેવલ ના સંગઠન ને મજબુત બનાવવા કમર કસી રહી છે જે અંતર્ગત ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ સાગબારા અને ડેડીયાપાડા માં કાર્યકરો સાથે બેઠકો નો દોર શરૂ કરી દીધો છે.

નર્મદા જિલ્લા ના સાગબારા ખાતે કાર્યકરો આગેવાનો ની મીટીંગ કર્યાં બાદ ડેડીયાપાડા તાલુકામાં આમ આદમી પાર્ટી ના સંગઠનની મીટીંગ કરવામાં આવી હતી, જેમાં આવનારા દિવસોમાં જેમને જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાના વિવિધ પ્રકારના હોદ્દેદારો ને યોગ્ય જવાબદારીઓ આપવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી, અને સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવી આવનારા દિવસોમાં લોકસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં ગામના દરેક બુથ લેવલ સુધી સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા વિચારણા કરી તેમજ અન્ય વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી,
ઉપરાંત સંગઠન ને દરેક બુથ સુધી પહોંચાડવા તિરંગા સભા યોજી હતી .
આ મામલે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ જણાવ્યુ હતું કે પાર્ટી ના લેવલ ને દરેક બુથ લેવલ સુધી પહોંચવા માટે અમારા હોદ્દેદારો તેમજ સંનિષ્ઠ કાર્યકરો ને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે,અને પાર્ટી આગામી તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયત સહિત લોકસભા ની ચુંટણી ઓ લડવા સંગઠન ને મજબુત બનાવી સિદ્ધિ પ્રાપ્તિ તરફ પ્રયાણ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here