લાઠી બાબરા તાલુકાને જોડતો વાંડળીયા- હરસુરપુર દેવળીયા માર્ગ ૧.૧૨ લાખના ખર્ચે મંજુર કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

સ્થાનિક અગ્રણીઓ અને લોકોની ઉપસ્થિતિમાં ખાત મુહૂર્ત કરી માર્ગ કામ શરૂ કરાવતા ધારાસભ્ય ઠુંમર

૫.૬૦ કિલોમીટરનો વાંડળીયા- હરસુરપુર દેવળીયા માર્ગ નાળા પુલિયા સાથેનો બનતા વિસ્તારના લોકોમાં રાહતની લાગણી પ્રસરી..

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં રોડ રસ્તાઓને પ્રાથમિકતા આપી રોડ રસ્તાઓ રાજ્ય સરકારમાંથી મંજુર કરાવી કામગીરી શરૂ કરાવતા વર્ષોજુના માર્ગો બનતા સ્થાનિક ગામ લોકોમાં આનંદ ની લાગણી જોવા મળી રહી છે
બાબરા અને લાઠી તાલુકાને જોડતો અતિ મહત્વનો માર્ગ વાંડળીયા – હરસુરપુર દેવળીયા માર્ગ આશરે ૫.૬૦ કિલોમીટરનો રાજ્ય સરકારમાંથી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રૂપિયા ૧.૧૨ ( એક કરોડ બાર લાખ) ના ખર્ચે મંજુર કરી તેનું ખાત મુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવતા આ વિસ્તારના લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે લાઠી અને બાબરા એમ બે તાલુકાને જોડતો વાંડળીયા અને હરસુરપુર દેવળીયા માર્ગ ૧.૧૨ લાખ ( એક કરોડ બાર લાખના )ખર્ચે ૫.૬૦ કિલોમીટરનો અને ૩.૭૫ની પહોળાઈ સાથેનો આ માર્ગ રાજ્ય સરકારમાં રજુઆત કરી મંજુર કરવામાં આવેલ છે અહીંના લોકોની વર્ષોજુની માંગ હતી અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કરાતા આ માર્ગમાં નાળા અને પુલિયા સાથેનો માર્ગ બનાવવામાં આવતા લોકોને હવે રાહત થશે
આ તકે વાંડળિયા સરપંચ લલિતભાઈ વેકરિયા,હરસુરપુર દેવળીયા સરપંચ મહેન્દ્રભાઈ વાળા,લલિતભાઈ સોજીત્રા,કિશોરભાઈ ઠુંમર,પ્રવીણભાઈ સોજીત્રા,વિહાભાઈ શીરોળીયા,ધીરુભાઈ સોજીત્રા,મનસુખભાઈ શિયાણી,દામજીભાઈ શીયાણી,હરેશભાઈ પડસાળા,વિઠલભાઈ સોરઠીયા,ઈશ્વરભાઈ પડસાળા,છત્રજીતભાઈ વાળા,અશોકભાઇ દેવાણી,વગેરે અગ્રણીઓ અને સ્થાનિક બને ગામના ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here