રાજપીપળા રાજમાન કોમ્પલેક્ષ પાસેના આ ખાડા ખાબોચિયા કોણ પુરસે ??

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

અપડાઉન કરતા હજારો વિદ્યાર્થીઓ પગપાળા આજ માર્ગે દરરોજ પસાર થાય છે – અકસ્માત ની સેવાતી ભીતિ

રાજપીપળા એસ.ટી ડેપો પાસે ના સુર્ય દરવાજા નજીક આવેલ રાજમાન કોમ્પલેક્ષ ના વળાંક ઉપર છેલ્લા લગભગ બે વર્ષો થી તોતિંગ ખાડાઓ પડયા છે પરંતુ કોઈ ની નજરે જ નથી પડતાં કે શુ ??

આ માર્ગ ઉપર થી દરરોજ એસ.ટી. બસો , મામલતદાર સહિત પ્રાનત અધિકારી , મકાન અને માર્ગ વિભાગ ના અધિકારી સહિત તાલુકા વિકાસ અધિકારી સહિત ના અનેક મહાનુભાવો અવરજવર કરતા હોય છે ! જોકે આ લોકો પોતાના સરકારી વાહનો મા અવતા જતા હોય રસતે ચાલતા લોકો ની વેદના અને મુશીબત થી તેઓ અજાણ હોય એવું લાગી રહ્યું છે !!

નર્મદા જીલ્લા માથી રાજપીપળા ખાતે દરરોજ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે શાળા , કોલેજો સહિત આઇ.ટી.આઇ. સહિત ની અનય સંસ્થાઓમા આવતા હોય છે આજ રસ્તે થી તેઓ ને પસાર થવુ પડતું હોય છે, તયારે વાહનોની અવરજવર પડેલા ખાડા થી ભારે પરેશાની વેઠવી પડતી હોય છે. વળાંક ઉપર જ તોતિંગ ખાડાઓ પડયા હોય રોડ ની કપચી પણ નીકળી ગઇ હોય ને મોટરસાઈકલ સવાર લોકો પણ ભારે તકલીફ ભોગવતાં હોય છે, ત્યારે આ સ્થળે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો નવાઈ નહી. રાજય સરકાર ના મકાન અને માર્ગ વિભાગ ના મંત્રી પુર્ણેશ મોદી એ રસ્તાઓ ના મરામત ની જાહેરાતો કરી છે ત્યારે રાજપીપળા નગરપાલિકાના સત્તાધિશો આ મામલો ગંભીરતાથી લઇ હાલ તો વરસાદી માહોલ જામ્યો છે પરંતુ જયારે વરસાદ થંભે ત્યારે સમારકામ હાથ ધરે એ જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here