રાજપીપળા ગાર્ડનમા ધોળા દિવસે આંખલા બાથડયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગાર્ડન મા ફરવા વોકિંગ કરવા આવતા લોકો મા ભારે નારાજગી -એક સાથે ત્રણ ત્રણ આંખલા ગાર્ડન મા કઇ રીતે આવ્યા ?

ગાર્ડન મા ફરજ બજાવતા નગરપાલિકાના કર્મચારીઓ કયાં હતાં બેદરકારી બદલ કર્મચારીઓ સામે પગલાં ભરવાં જોઈએ

રાજપીપળા નગર મા સમ ખાવા પૂરતો એક બાગ બગીચો અસ્તિત્વ ધરાવે છે , આ બગીચામાં દિવસ દરમ્યાન અને સાંજે નગર ના લોકો સહિત બહાર ગામ ના લોકો ફરવા માટે વોકીંગ કરવા માટે આવતા હોય છે, અને નિશ્રિંત થઇને વૉક કરતાં હોય છે , બેસતા હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા સંચાલિત આ ગાર્ડન મા આંખલાઓએ ભારે આતંક મચાવતા લોકો મા ભાગદોડ મચી હતી .

મળતી માહિતી અનુસાર રાજપીપળા ના વિધાયક રાવ વૈધ ગાર્ડન મા આંખલાઓએ ભારે આતંક મચાવયો હતો , ગાર્ડન મા ફરવા આવતા લોકો મા ભારે દોડધામ મચી હતી તો કેટલાક લોકો આંખલા ઓને લડવાનો આનંદ ઉઠાવી રહ્યા હતા. એક સાથે ત્રણ ત્રણ આંખલા ઓ ગાર્ડન ના મુખ્ય દરવાજા માથી અંદર પ્રવેશ્યા હતા અને તેમની વચ્ચે લડાઈ જામી હતી. આંખલાઓ ગાર્ડન ની અંદર કઇ રીતે પ્રવેશ્યા ? શુ ગાર્ડન નો કોઈ ધણી ધણીયાણી છે કે નહીં ? ની ચર્ચા ઓ ઉપસ્થિત લોકો મા ચર્ચાસ્પદ બનેલ હતી.નગરપાલિકા દ્વારા ગાર્ડન ની રખેવાળી માટે માણસો મુકવામાં આવે છે તો જયારે આંખલાઓ અંદર પ્રવેશ્યા ત્યારે રખેવાળો કયાં હતા . કેટલા લોકો ગાર્ડન મા નોકરી પર તેનાત હોય છે એક પણ માણસ દેખાતો નહોતો અને આંખલાઓએ જાણે કે પોતાને ખુલ્લુ મેદાન મળ્યુ હોય એમ યુધ્ધ છેડયું હતુ. જોકે સદનશીબે લોકો ની હાલ અવરજવર ઓછી હોય તેમજ બાળકો ન હોય ને કોઈ દુર્ઘટના સર્જાઇ નહોતી પરંતુ આ મામલે નગરપાલિકાના સતાધિશો એ ફરજ પર તૈનાત કર્મચારીઓ સામે પગલાં ભરવાં ની યોગ્ય નશીહત આપવાની કામગીરી તો કરવી જ જોઈએ.અને ફરીવાર આવી ધટના ન બને આંખલાઓએ ગાર્ડન મા ના પ્રવેશે તેની કાળજી રાખવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here