રાજપીપળામાં સ્વચ્છ ભારત અભિયાનનો ફિયાસ્કો… મુખ્ય માર્ગ ઉપર આવેલા જાહેર શૌચાલય મહિનાઓથી બંધ હાલતમાં

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

પે એન્ડ યુઝના ધોરણે લાખ્ખોના ખર્ચે નગરપાલિકાએ બનાવેલ શૌચાલયમા સ્વચ્છતાના ધજાગરા

કોરોના કાળમા જીલ્લા આરોગ્ય વિભાગ સહિત નગરપાલિકાના સત્તાધિશો સ્વચ્છતા અંગે કાળજી રાખસે ખરા ??

રાજપીપળા ના મુખ્ય માર્ગ ગણાતા સ્ટેશન રોડ પર આવેલ સરદારી હાઇસ્કુલ સામે ના મુખ્ય માર્ગ ઉપર નાગરિક બેંક ની બાજુ માં વર્ષ 2010 મા લાખ્ખો રૂપિયા ના ખર્ચે બનાવવામા આવેલ પે એન્ડ યુઝ જાહેર શૌચાલય છેલ્લા લગભગ આઠ દશ મહિના ઓથી બંધ હાલતમાં પડયુ છે, મેઇન્ટેનન્સના અભાવે શૌચાલયમા ગંદકીનુ સામ્રાજ્ય ફેલાયેલો છે. કુદરતી હાજત અર્થે આવતા લોકોને મુતરડીની બહાર જ પેશાબ કરવાની ફરજ પડતી હોય છે, જેથી આસપાસ સામે વસવાટ કરતા લોકોને તેમા પણ ખાસ કરીને લોકો બહાર પેશાબ કરવા ઉભા થતા હોય ને મહિલાઓને ભારે મુંઝવણમા મુકાવું પડતુ હોય છે, આ બાબતે આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા લોકોમા નગરપાલિકાની બેદરકારી માટે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

હાલ કોરોનાની મહામારી ચાલતી હોય ને સવચછતા પરતયેની બેદરકારી નગરમા ભયંકર રોગચાળો ન ફેલાવે એ માટે જીલ્લા આરોગ્ય વિભાગ સહિત નગરપાલિકાના સતાધિશોએ કાળજી રાખવાની તાંતી જરૂર છે.

આ પે એન્ડ યુઝ જાહેર શૌચાલયમાં સામાજિક સેવા સંસ્થાનને ચલાવવા માટે સોપવામાં આવેલ છે. લોકો પાસેથી રુપિયા લઇને તેનો યુઝ થાય છે, રાજપીપળા સહિત આસપાસનો વિસ્તાર પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામતો હોય પ્રવાસીઓ, બહારગામ થી અવરજવર કરતા લોકો ગામમા આવે છે. ત્યારે સ્વચ્છતા જળવાય એ ખુબજ જરુરી છે. રોગચાળો ન ફાટી નીકળે તેની તકેદારી રાખવી પણ જરુરી કાર્યવાહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here