રાજપીપળાની અદાલતે 10 વર્ષની સજા ફટકારતા જ પોસ્કોનાં કેસનો આરોપી આતિષકુમાર શાંતિલાલ તડવી અદાલતમાંથી ફરાર

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સગીર બાળાને લગ્ન કરવાની લાલચે ભગાવી જવાના મામલે ફરાર આરોપીને નર્મદા LCB પોલીસે ગણતરીના કલકોમા જ ઝડપી પાડયો

સગીર વયની બાળાને લગ્ન કરવાની લાલચ આપી તેણીને ભગાવી જનાર આરોપી ને રાજપીપળા ની અદાલતે 10 વર્ષ ની સજા ફટકારી પોતાને સજા થયા નુ જાણી આરોપી કોર્ટ કચેરી માંથી જ ફરાર થયો હતો જેને નર્મદા જીલ્લા એલસીબી પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ. પટેલ સહિત ની ટીમે ગણતરી ના કલાકોમાં જ ઝડપી પાડયો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ ની વાત કરીએ તો આરોપી આતિશકુમાર શાંતિલાલ તડવી ઉ.વ .21 મૂળ રહે . કોયારી , તા .તિલકવાડા ભોગબનનાર સગીરવય હોવાનું જાણવા છતાં ભોગબનનારને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લય ગયો હતો.આ મામલે આરોંપી ને નામદાર એડી સેસન્સ જ્જશ્રી એન એસ સિદ્દીકી સાહેબ ની કોર્ટમાં પોસ્કો કેસન.9/2017થી કલમ 376 તેમજ પોસ્કો એક્ટ મુજબ કેસ ચાલતા 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.5000/- દંડ કરેલ હતો.

આરોપી ને જેવી ખબર પડી કે તેને અદાલતે સજા ફટકારી છે તો તે ફરજ પર તેનાત પોલીસ ને પોતે ટોઇલેટ જવાનું જણાવી કોર્ટ ના ત્રીજા માળે થી ટોઇલેટ ના ગ્રિલ માંથી પાઇપ દ્વારા નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસ ને આ મામલે ખબર પડી તો ચોંકી ઉઠી હતી.આરોપી ને ઝડપી પાડવા નર્મદા એલસીબી પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ સહિત ના સ્ટાફે ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી.આર્કોપી તેની માસી ના ઘરે ગુવાર ગામ ખાતે હોવાનું જાણવા મળેલ જેથી તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી આરોપી ને ઝડપી પાડયો હતો. અને તેને કોર્ટ સમક્ષ રજુ કરી જેલ ભેગો કર્યો હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here