રાજપીપળાના રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડતો નર્મદા LCB પોલીસ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જુગારીઓ પાસેથી પોલીસે 66850 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી

નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહની સુચના અને નાયબ પોલીસ વડા રાજેશ પરમાર ના માર્ગદર્શન હેઠળ સમગ્ર નર્મદા જિલ્લા ફેલાયેલી અસામાજિક પ્રવૃત્તિ ઓ ને અંકુશમાં રાખવા નર્મદા જીલ્લા પોલીસ કમરકસી ઠેરઠેર રેડ કરી જુગારીઓ તેમજ આંકડીયા ઑ ને ઝડપી રહી છે.

નર્મદા એલ.સી.બી પોલીસે રાજપીપળા ટાઉન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો , એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ના સુપરવિઝન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ને બાતમી મળેલ કે રાજપીપલા ટાઉન વિસ્તારના રેલ્વે ફાટક નજીક ખુલ્લામાં કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેડ કરતા કુલ-ર ઇસમો (૧) સંદિપભાઇ ગોપાલભાઇ વસાવા ઉ.વ. ૨૩ રહે. કુમસગામ તા.નાંદોદ જી.નર્મદા (ર) રજનીભાઇ સુરેશભાઇ વસાવા ઉ.વ. ૨૪ રહે, ભચરવાડા તા.નાંદોદ જી.નર્મદા નાને ઝડપી પાડયા હતા.
પોલીસે ઝડપેલા આ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૨૩,૮૫૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૧૩,૦૦૦/- તથા મોટર સાયકલ-૧ કિ.રૂ. ૩૦,૦૦૦/- ના મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ. ૬૬,૮૫૦/-ના મુદ્દામાલ કબ્જે કર્યુ હતુ.
તેમના વિરૂધ્ધમાં રાજપીપલા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here